- એક એવું ઘાસ કે જે ગુજરાતને ખેદાન મેદાન કરી રહ્યું છે તે અમૃત બનાવી દીધું
અમદાવાદ
Gujarat : ગાંધીનગરના જાખોર ગામના 78 વર્ષની ઊંમરના ખેડૂત અમૃતભાઈ હરગોવિંદ પટેલે જીવામૃત્તની જગ્યાએ એરોબીક ટ્યૂબમાં લીક્વીડ બનાવીને ખેતરમાં વાપરે છે.
Gujarat: જેમાં ગોમૂત્ર, નિંદામણનું ઘાંસ, ગંધાતા હોય એવા છોડના પાન, રસોડાનો એઠવાડ, ખેતરનો લીલો પાક નાંખવાથી તેનું પ્રવાહી 30 દિવસે તૈયાર થઈ જાય છે. જેમાં બેક્ટેરિયા પેદા થાય છે. તેથી બેક્ટેરિયા મરી જાય એવા આંકડા જેવા બેક્ટેરિયા મારતાં હોય એવા અતી ઝેરી છોડના પાન નાંખવા નહીં. રસોડાનો કચરાનો સારામાં સારો ઉપયોગ થાય છે. જીવાણુઓ દ્વારા તૈયાર કરવામાં આવતું પ્રવાહી જૈવિક ખાતર છે.
અમૃતભાઈએ ખેતરમાં પાકનું ઉત્પાદન ઘટાડી દેતાં નુકસાન કરતાં ઝેરી એવા કોંગ્રેસી કે ગાજર ઘાસને અમૃતમાં ફેરવી દીધું છે. તેમનો પ્રયોગ ગુજરાતના 55 લાખ ખેડૂતોને માટે મોટો ફાયદો કરાવીને કરોડો રૂપિયાનું ઉત્પાદન વધારી શકે એવી ક્ષમતા ધરાવે છે.
ખેતીમાં આ ઘાય ભારે તબાહ મચાવી રહ્યું છે. જેનાથી પશુ ચારો નાશ પામે છે અને કૃષિ ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો કરે છે. જે હવે 4થી20 ટકા સુધી કૃષિ ઉત્પાદન વધારી શકે એવી ક્ષમતા ધરાવે છે.
એરોબિક ખાતર બેગ
પીપમાં જીવામૃત બનાવતી તીવ્ર ગંધ આસપાસ ફેલાય છે. તેથી ખેડૂતો તે પદ્ધતિ છોડી રહ્યા હતા. હવે તેના સ્થાને એરોબિક ટ્યુબ આવી છે. જેમાં ગંધ આવતી નથી.
એરોબિકનો અર્થ થાય છે “ઓક્સિજન સાથે”. જેને ખેડૂતો જીવામૃત બેગ કહે છે. એરોબિક કમ્પોસ્ટિંગ ખાતર બેગમાં પાણી, વાયુ, પ્રવાહી પેદા થાય છે. વાયુમાં એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ હોય છે. જે ગંધ તરીકે માનવામાં આવતા વાયુઓ ઉત્પન્ન કરે છે. એનારોબિક પાચન દ્વારા બાયોગેસ ઉત્પન્ન કરે છે.
3 ઘન મિટરની રૂ. 15 હજારની એરોબીક ટ્યૂબ વસાવી છે. જે ખાતર બનાવવાની ફેક્ટરી તરીકે કામ આપે છે. ટ્યૂબમાં રોજ 100 લિટર પ્રવાહી નિકળે છે. જેમાં 70 લિટરનો ઉપયોગ ખેતરમાં ટપક સિંચાઈ સાથે કરું છું. 20 લિટર પ્રવાહીને છોડ પર પંપથી છાંટું છું. 10 કિલો ઘન કચરો નીકળે છે. તેનો મેરવણ કરીએ ફરી ઉપયોગ કરું છું.
બેગ અને ખાતરનો ફાયદો
પ્રકાશ અને હવા વગરના બેક્ટેરિયા ટ્યુબમાં બને છે. તે બેક્ટેરિયાથી છોડ લાંબુ જીવે છે. દરેક વનસ્પતીનું આયુષ્ય આ પ્રવાહી ખાતર વધારે છે. આ પાણી ખેતરમાં વાપરવાથી જમીન જન્ય રોગ નાબૂદ થાય છે. જીવાત થતી નથી. કાળો ગોળ નાંખવાથી સારું પરિણામ મળે છે.
બીજા પ્રવાહી ખાતર 200-300ના લિટર મળે છે. તેના બદલે અહીં સસ્તામાં થઈ જાય છે.
ગંધ ફેલાતી નથી.
જૈવિક ખાતરમાં શું હોય છે
જમીનમાં સૂક્ષ્મ જીવાણુંઓ વધે છે. જીવાણુ હવામાંના નાઇટ્રોજનને સ્થિર કરે છે. જમીનમાં રહેલા અલભ્ય ફોસ્ફરસને લભ્ય સ્વરૂપમાં ફેરવે છે. સેન્દ્રીય પદાર્થને ઝડપી કહોવવામાં મદદ કરે છે. ખેતી ખર્ચમાં બચત કરી શકાય છે.
નાઇટ્રોજન સ્થિર કરનાર અઝોટોબેકટર (એગ્રોજૈવિકા અઝોટોબેકટર), રાઇઝોબિયમ (એગ્રોજૈવિકા રાઇઝોબિયમ), અઝોસ્પીરીલમ (એગ્રોજૈવિકા અઝોસ્પીરીલમ) હોય છે.
અઝોટોબેકટર એ એક પ્રકારના જીવાણુંઓ છે જે હવામાંન મુકત નાઇટ્રોજનને સ્થિર કરવાની અદભુત ક્ષમતા ધરાવે છે. હેક્ટરે 25થી 50 કિલો નાઇટ્રોજન યુક્ત ખાતરના ખર્ચમાં ઘણી બચત કરે છે.
રાઇઝોબિયમ જીવાણુ કઠોળ વર્ગના પાકોના મૂળમાં નાઇટ્રોજન સ્થિર કરે છે. હેક્ટર દીઠ 25 કે 50 કિલો નાઇટ્રોજનને સ્થિર કરે છે.
અઝોસ્પીરીલમ ઇન્ડોલ એસિટીક એસીડ ઇન્ડોલ બ્યુટારિક એસિડ, ઓકઝીન, જીબરેલીન્સનું ઉત્પાદન કરીને છોડની વૃદ્ધિ કરે છે. જીવાણુંઓ કાર્બનિક એસિડ તથા પાકની વૃદ્ધિ માટેના તત્વોનું ઉત્પાદન કરીને ફોસ્ફેટયુકત ખાતરના વપરાશમાં અંદાજીત 40 ટકા ઘટાડો કરે છે.
ગાજર ઘાસ
અમૃતભાઈ પટેલ 9925082781 કહે છે કે, ખેતરમાં ગાજર ઘાંસને કાઢીને તેના ખેતરમાં ઢગલા કરી દીધા હતા. જે વરસાદ પડતાં કોહવાઈ ગયું હતું. આ ખાતરને જ્યાં નાખ્યું ત્યાં પાક વાવ્યો હતો. ત્યાં કોઈ જીવ તંતુ જે જીવ આવ્યા નહીં. ત્યારથી નક્કી કર્યું કે આ ઘાસનો ઉપયોગ ખાતર બનાવવા માટે કરવો. હવે તેને ખાતર બનાવવાની બેગમાં નાંખુ છું.
ગાજર ઘાસને ખેડૂતો કોંગ્રેસીયું ઘાસ પણ કહે છે. અમેરિકામાં કોંગ્રેસ ઘાસ તરીકે જ ઓળખાય છે. ઘાસ જીવાત મારી નાંખે છે. કડવું આવે છે. ફૉસ્ફરસ વધારે છે. ઘાસમાં ઘણાં તત્વો છે. નિંદામણનું ઘાંસ બધે વધી ગયું છે. જે ટ્યુબમાં નાંખવામાં આવે છે.
કંપોસ્ટ ખાતર
અનેક ખેડૂતોનો અનુભવ છે કે, માટી, ગૌમૂત્ર, છાણ, ફોસ્ફેટ, ટ્રાયકોડર્મા નાંખવાથી 6 મહિનામાં શ્રેષ્ઠ કંપોસ્ટ ખાતર તૈયાર થાય છે. ગાજર ઘાસના મૂળમાં ઝેર હોય છે તે વિઘટન થઈ જાય છે. તેથી તેની ખરાબ અસર રહેતી નથી. ગાજર ઘાસના કંપોસ્ટમા બીજા જૈવિક ખાતરો કરતાં પોષક તત્વો વધું હોય છે. જેમાં નાઇટ્રોજન, ફૉસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેંગેનિઝ હોય છે. બાયૉગૅસ બનાવવા ઉપયોગી છે. ગાજરનો ઉપયોગ જંતુ નાશક, જીવાણુ નાશક, નીંદણ નાશક તરીકે થઈ શકે છે.
ખતરનાક ઘાસ
ગાજર ઘાસ ખતરનાક સાબિત થયું છે. પણ બેગમાં નાંખીને તેનું શ્રેષ્ઠ ખાતર બની શકે છે.
ક્યાંથી આવ્યું
ગુજરાતમાં ગાંડો બાવળ અને ગાજર ઘાસ અમેરિકાથી આવ્યું છે. ઝેરી છોડનું બીજ 1950 માં લાલ ઘઉં પીએલ -480ની સાથે ભારત આવ્યું હતું. હાલ 50 લાખ હેક્ટરમાં ફેલાયું છે. ગાજર, ગાજર ઘાસ, છટક, બૂટી અને પંખારીના નામથી પણ ઓળખાય છે. 90 સે.મી.થી દોઢ મીટરની ઉંચાઈ સુધી વધે છે. તેના પાંદડા ગાજર જેવા હોય છે. નાના સફેદ ફૂલો હોય છે. 8 વર્ષ પછી પણ બી ઉગી શકે છે. એક છોડમાં 10થી 25 હજાર બી હોય છે. તે ગમે તે ઋતુમાં ઉગવાની શક્તિ ધરાવે છે. પ્રકાશ કે તાપમાન તેને નડતું નથી. બી હવાથી ઉડીને આસપાસ ફેલાય છે. જે પાર્થેનિયમ હિસ્ટ્રોફોરસ તરીકે ઓળખાય છે. તે હાલમાં વિશ્વના સાત સૌથી હાનિકારક છોડમાંનું એક છે. મૂળમાંથી સ્રાવિત રાસાયણિક પદાર્થ ‘યુકોડર’ જમીનને દૂષિત કરે છે. જમીનના પ્રદૂષણનું કારણ બને છે. વીસ જાતિઓ વિશ્વમાં છે. ઘુસણખોરી કરીને ગાજર સ્થાનિક પ્રજાતિઓને ખતમ કરીને ઇકોલોજીને નુકસાન કરી રહ્યું છે.
પાકને નુકસાન
પર્યાવરણને નુકસાન કરે છે. ઘણા પાકમાં 40 ટકા સુધીની ઉપજ ઘટાડી છે. વન ઉત્પાદનમાં 90 ટકાનો ઘટાડો થઈ જશે. ગાજર ઘાસ પશુ, જંગલ, જંગલી પશુ માટે ખુબજ નુકસાનકારક છે. પ્રકોપ અનાજ, જુવાર, મકાઈ, ડાંગર, સોયાબીન, વટાણા, તલ, એરંડા, શેરડી, બાજરી, મગફળી, ફળ, બગીચા, રીંગણ, ટમેટા, બટાટાની ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો કર્યો છે. કૃષિ પાકના પરાગ, અંકુરણ અને ફળોના વિકાસને વિપરીત અસર કરે છે. હરિત દ્રવ્યની ઊણપ અને નાઇટ્રોજન ફિકસીંગ બેક્ટેરિયાની પ્રવૃત્તિ ઘટાડે છે. તેથી ઉત્પાદનમાં 4 ટકાનો ઘટાડો થયો છે.
સ્થાનિક ઘાસની પ્રજાતિઓ માટે જોખમી બની ગયો છે. કચ્છનું ઘાંસીયા બન્ને મેદાન ખતમ કરી રહ્યું છે.
ગુજરાતમાં હવામાન ફેરફાર થતાં હવે તે ઘાસ 65 ટકા ગુજરાતમાં ફેલાઈ શકે છે. વિશ્વની 100 સૌથી ખરાબ આક્રમક પ્રજાતિઓની વનસ્પતીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેના વિષે દેશમાં અનેક વિજ્ઞાનીઓએ સંશોધન કરીને ભયાનક સ્થિતી અંગે આગાહી કરી છે.
અનેક જંગલી પ્રાણીઓ પર ખતરો છે. પર્યાવરણને અનુકુળ તુરંત થઈ જાય છે. 18થી 45 ડીગ્રી તાપમાનમાં તે જોવા મળે છે.
મનુષ્યમાં એલર્જીનું મુખ્ય કારણ છે. ગળા, ચહેરો, ચામડી, તાવ, નર્વસ સિસ્ટમ, ડિપ્રેશનનો શિકાર બનાવે છે.
શહેરોમાં તેની ઝડપી વૃદ્ધિની સમસ્યા અને અસરો બહાર આવી છે. ગુજરતાના કૃષિ વિભાગે તેને ફેલાતો રોકવા અને નાથવા માટે લાંબા ગાળાની વ્યૂહરચના ગોઠવવી પડશે. ઘાસ દૂર કરવા ઝૂંબેશ ચલાવવી પડે તેમ છે. ગુજરાતમાં 12 પર્વતો અને 24 અનામત જંગલ અને અભયારણ્ય બચાવવા સરકારે કામ કરવું પડશે.
પશુ માટે ઝેરી છે.
પશુ આ ઘાસને તેની ગંધથી ખાતું નથી. ખાય તો બીમાર પડે છે. તેને ઊલટી થાય છે. ગાજર ઘાસ – parthenium ચરિયાણ ઘાસના મેદાનો પર પશુના ખાવા માટેના ઘસની જગ્યાએ થવા લાગ્યા છે. તે ઝડપથી ફેલાઈને સામાન્ય ઘાસને ઉગવા દેતું નથી. તેથી પશુ ચારાનું ઘાસ ખતમ થઈ જાય છે. પશુ આ ઘાસને ખાતું નથી. ખાય તો તેની સીધી અસર પશુના દૂધમાં જોવા મળે છે. દૂધમાં ગાજર ઘાસના ઝેરની અસર ભળે છે. દૂધ કડવું અને ઓછું થઈ જાય છે. વધુ પડતા સેવનથી પ્રાણીઓ મરી શકે છે.
ગુજરાતના ગૌચર ખતમ કરશે
ગુજરાતમાં 3 કરોડ પશુ છે. ગાજર ઘાસના મૂળમાં ઝેરી તત્વો હોવાથી હોવાથી બાજુમાં ઉગેલા ઘાસ કે કૃષિ છોડને થવા દેતો નથી. રાક્ષસી રીતે વધતું જાય છે. જમીનના તત્વો ઝડપથી ઉપાડીને ફળદ્રુપતા ઓછી કરી નાંખે છે. જમીનને કસથી નીચોવી નાંખે છે. ઘણા સ્થળોએ તે ગોચરને સંપૂર્ણપણે આવરી લે છે. ગુજરાતમાં 5 કરોડ ચોરસ મીટર ગૌરચ જમીન પર દબાણો થયા છે ત્યાં ગાજર ઘાસે બીજું ઘાસ બરબાદ કરતાં દબાણ થયા છે.
ગાજર ઘાસ ગૌચર ખતમ કરી રહ્યું છે.
કુવાડિયાનો છોડ
નિંદામણ કરીને ખેતરથી કાઢવું જોઈએ. કુવાડિયાના બીજને છાણ-માટીમાં મિશ્રણ કરી પુકી દીધા હોય તો વરસાદ થયા ભેળાં બધાં ઉગી નીકળશે. જેનો વિકાસ ગાજર ઘાસ કરતાં વધારે ઝડપથી થાય છે. વિકાસ થઈ ગયા પછી તે ગાજર ઘાસની થવા દેતું નથી. કુવાડિયા પોતે જ આગળ વધે છે. ગાજર ઘાસને નિયંત્રણમાં લાવી દે છે. 3 ફૂટ ઊંડો ખાડો કરીને ગાજર ઘાસના ફુલ આવે તે પહેલાં તેના છોડને મૂળ સાથે ઉખેડી નાંખીને તેને બેગમાં નાંખવામાં આવે છે.