Meta: WhatsAppમાં કર્યો મોટો ફેરફાર, આ નવું ફીચર તમને આશ્ચર્યચકિત કરી દેશે!
વોટ્સએપમાં એક નવું અપડેટ આવ્યું છે, જે યુઝર્સને ખૂબ જ ચોંકાવી શકે છે. ચાલો તમને Metaની આ લોકપ્રિય મેસેન્જર એપમાં આ મોટા ફેરફાર વિશે જણાવીએ.
વોટ્સએપ તેના યુઝર્સ માટે દરરોજ નવા ફીચર્સ રજૂ કરતું રહે છે.
આ વિશ્વની સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે. આ એપ દ્વારા ભારત સહિત દુનિયાભરના ઘણા લોકોનું કામ સરળ બને છે. પોતાની લોકપ્રિયતામાં વધારો કરવા માટે WhatsApp અનેક નવા ફીચર્સ રજૂ કરતું રહે છે. આ વખતે પણ વોટ્સએપે એક નવું ફીચર રજૂ કર્યું છે. જે યુઝર્સને આકર્ષી શકે છે. આવો અમે તમને આ નવા ફીચર વિશે જણાવીએ.
વોટ્સએપનું નવું ટિક માર્ક
આ વખતે મેટાએ તેના WhatsApp વેરિફિકેશન બેજનો રંગ બદલ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા વોટ્સએપનો વેરિફિકેશન બેજ લીલા રંગમાં જોવા મળતો હતો, પરંતુ હવે કંપનીએ તે રંગ બદલીને વાદળી કરી દીધો છે. મતલબ કે હવે WhatsAppનો વેરિફિકેશન બેજ લીલાથી વાદળી થઈ ગયો છે. જો કે, મેટાના અન્ય પ્લેટફોર્મ જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર, વેરિફિકેશન બેજનો રંગ પહેલેથી જ વાદળી છે, પરંતુ WhatsApp પર, કંપની લીલો ટિક માર્ક મૂકે છે.હવે મેટાએ ગ્રીન ટિક પણ હટાવી દીધી છે અને વોટ્સએપના વેરિફિકેશન માટે બ્લુ ટિકનો વિકલ્પ આપ્યો છે.
ગ્રીન ટિકનો યુગ પૂરો થયો
અત્યાર સુધી વોટ્સએપ પર તમામ ચેનલોના વેરિફિકેશન બેજ લીલા હતા, પરંતુ હવે જો તમે કોઈપણ વોટ્સએપ ચેનલની વેરિફિકેશન ટિક ચેક કરશો તો તમને લીલાને બદલે બ્લુ ટિક માર્ક દેખાશે. તમને જણાવી દઈએ કે જો તમે WhatsAppની કોઈપણ ચેનલ પર બ્લુ ટિક માર્ક જુઓ તો સમજી લો કે તે ચેનલ મેટા દ્વારા વેરિફાઈડ છે અને ઓથેન્ટિક છે.