Sheikh Hasina: બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના ભારતમાં છે. આ દરમિયાન તેઓ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળ્યા હતા. ઢાકાથી હસીના આજે સાંજે ગાઝિયાબાદ પહોંચ્યા . તેમનું પ્લેન C-130 સાંજે 5.36 કલાકે હિંડન એરપોર્ટ પર ઉતર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિદેશ મંત્રી એસ જયશંકરે શેખ હસીનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. તેમણે પીએમ મોદીને સમગ્ર ઘટનાની જાણકારી આપી છે. પીએમ મોદી ઉપરાંત વિદેશ મંત્રીએ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે પણ મુલાકાત કરી અને તેમને બાંગ્લાદેશમાં બનેલી ઘટના વિશે જાણકારી આપી.
વાયુસેના બાંગ્લાદેશી નેતા પર નજર રાખે છે
બાંગ્લાદેશના વડાપ્રધાનનું વિમાન ભારતીય વાયુસેનાના હેંગર પાસે પાર્ક કરવામાં આવ્યું છે. વાયુસેના સમગ્ર હિલચાલ પર નજર રાખી રહી છે. સુરક્ષા દળો અને વાયુસેનાના સૂત્રોનું કહેવું છે કે તેમનું વિમાન ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતાની સાથે જ તેઓ હિંડોન એરપોર્ટ પહોંચ્યા ત્યાં સુધી અમે તેમના પર નજર રાખી હતી.
શેખ હસીનાની સાથે તેની નાની બહેન શેખ રેહાના પણ છે
વચગાળાની સરકાર સત્તા સંભાળશે
બાંગ્લાદેશમાં લાંબા સમયથી ચાલી રહેલી હિંસાને કારણે શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું. હાલમાં બાંગ્લાદેશમાં વચગાળાની સરકાર શાસન કરશે. બાંગ્લાદેશના આર્મી ચીફ વકાર-ઉઝ-ઝમાને કહ્યું કે અમે દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરીશું અને નાગરિકોને હિંસા બંધ કરવાની અપીલ કરી રહ્યા છીએ.