Mandvi: કચ્છ માંડવી બંદરની જાહોજહાલી હતી. ગૌચર જમીન કલેક્ટર અમિત અરોરાએ કાયદાઓ નેવે મૂકીને ફૂંકી મારી હોવાથી મહેલની રોનક જતી રહેવાની છે.
Mandvi 44 હજાર ચોરસ કિમીટરનો જમીન વિસ્તાર ધરાવતા કચ્છમાં માંડવી બંદર છે. ખંભાત, ભરૂ, સુરત અને મુંબઈ પહેલા માંડવી ગુજરાતનું પ્રમુખ બંદર હતું. પૂર્વી આફ્રીકા, ફારસની ખાડી, માલાબાર તટ અને દક્ષિણ-પૂર્વી એશિયાથી જહાજ અરબી સાગરના બંદર પર આવતા હતા. કચ્છના રાજા ખેંગારે 1574માં માંડવીની સ્થાપના બંદર શહેરના રૂપમાં કરી હતી. માંડવી ખૂબ જ ઝડપથી સમૃદ્ધ થયું, વહાણવટા માટે પણ માંડવી પ્રખ્યાત છે.
આ વહાણવટાથી અહીં કરોડો રૂપિયાની આવક થતી હતી. આવકમાંથી અહીં વિશાળ મહેલ બનાવાયો હતો. હવે આ મહેલ તરફ જતો રસ્તો જ બંધ થઈ જશે. ત્યારે મહેલનું મ્યુઝિયમ અને મહેલ જોવા જતાં પ્રવાસીઓ માટે મુશ્કેલી ઉભી થઈ શકે છે.
આ મહેલમાં અનેક ફિલ્મો શુટ થઈ છે. જેમાં બે ફિલ્મો સુપર હીટ સાબિત થઈ છે.
આ મહેલનો પોતાનો ખાનગી બીચ છે. જે ભારતનો રહેલો ખાનગી બીચ છે. ત્યાં જવું હોય તો મહેલના માર્ગે જ જવું પડે છે.
માંડવીથી 8 કિલો મીટર દૂર રૂકમણી નદીના કાંઠે 692 એકર જમીન પર મહેલ છે. વિજયસિંહે 1918માં કામ શરૂ કરાવીને 1920માં જયપુરના કારાગરો પાસે જેલો પત્થરથી રૂ. 50 લાખ ચાંદીના સિક્કા – કોરીમાં બનાવ્યો હતો. આજે તેની કિંમત રૂ. 1200 કરોડ જેવી આંકી શકાય.
દેશના મહાન તત્વ ચિંતક ઓશો રજનીશ આ મહેલ પર મોહિત થયા હતા.
પોતાનો આશ્રમ અહીં સ્થાપવાનો નિર્ણય કર્યો હતો. જોકે પ્રજાના વિરોધના કારણે આવો કોઇ આશ્રમ ત્યારબાદ કચ્છમાં સ્થપાઇ શક્યો ન હતો.
આજુ-બાજુમાં સુંદર બાગ-બગીચાઓ છે.
ગુજરાતમાં હેરીટેઝ 90 સ્થળો ફિલ્મ શુટીંગ માટે નક્કી કરાયા છે. જેમાં શ્રેષ્ઠ વિજય મહેલ છે. આમીર ખાનની લગાન, 1999માં સંજયલીલા ભલસાણીની હમ દિલ દે ચૂકે સનમમાં ઐશ્વર્યારાય, સલમાન ખાન, અજય દેવગનની ફિલ્મો બની છે. છેલ્લે પ્રાઈડ ઓફ ઈન્ડિયા અહીં નજીકમાં જ બની હતી. ગુજરાતી ફિલ્મોના શૂટિંગ માંડવી દરિયા ઉપર થયા છે. પેલેસમાં મ્યુઝિયમ પણ છે, તે જોવા ઘણા પ્રવાસીઓ આવે છે.
માંડવી બીચ પર સુર્યાસ્ત અને સૂર્યોદયનું વાતાવરણ અદભૂત હોય છે. અહીં 2 કિલો મીટર લાંબો ખાનગી બીચ છે. માંડવીનો દરિયા કિનારો કાશી-વિશ્વનાથ બીચ તરીકે પણ ઓળખાય છે.
માંડવીની સંસ્કૃતિ કચ્છની વાસ્તવિક સંસ્કૃતિને પ્રદર્શિત કરે છે. વ્યાપારી અને નાવિક અત્રેના મુખ્ય રહેવાસીઓ છે. હવે કલેક્ટર તેનો ઇતિહાસ ભૂંસી નાંખવા માંગે છે.
માંડવીના વિન્ડફાર્મ છે. થોડે દૂર 72 જૈન દેવાલયોનું સંકુલ છે.
પેલેસનો માર્ગ બંધ કરાશે
જમીન ખુલ્લી. પડતર, બાવળ, ઘાસ ઉગેલા છે. જમીનમાં કાઠડા તથા વિજય વિલાસ મહેલ તરફ જવાનો માર્ગ છે.
6 ગામનો માર્ગ બંધ કરી દેવાશે. પ્રવાસનું મુખ્ય કેન્દ્ર વિજય વિલાશ મહેલમાં રસ્તો જાય છે. અગાઉ અહીંનો માર્ગ બંધ કરી શકાય તેમ નથી એવું કલેક્ટરે કહીને હવાઈ પટ્ટીની યોજના બંધ કરી હતી. આ કલેક્ટરે રસ્તો બંધ કરીને હવાઈ પટ્ટી બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. વિજય વિલાસ પેલેસ સુધી એરસ્ટ્રીપ આવે છે.
કોઈ પણ ગામ કે વ્યક્તિનો રસ્તો બંધ કરાવી શકાય નહીં. તેનો વિકલ્પ આપવો પડે છે.
2021માં સિવિલ એવીએશન વિભાગે કહ્યું કે રસ્તો અમે બનાવી દઈશું. પણ ગામ લોકો એક ઈંચ ગૌચર આપવા માંગતા નથી.
72 જિનાલય
72 જિનાલય માંડવીથી 11 કિલો મીટર વિજય વિલાસ પેલેસ પાસે કોડાય ગામમાં આવેલું છે. 80 એકરમાં છે.
સાયકલોન સેન્ટર છે.
કોણ જવાબદાર
કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, અમિત અરોરા,
નિવાસી અધિક કલેક્ટર, મિતેષ પી. પંડયા
મદદનીશ કલેકટર અને સબ-ડિવિઝન મેજિસ્ટ્રેટ, એ બી જાદવ
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મેહુલ વી. દેસાઇ