Pride of India: કચ્છના માંડવી બીચ પાસે કાઠલા ગામની ગાયોને ચરવા માટેની ગૌચર જમીન કલેક્ટર અમિત અરોરાએ કાયદાઓ, નિયમો, નીતિ, અદાલતોને બાજુ પર મૂકીને આપી દીધી છે. જેની સામે લોકો લડી રહ્યાં છે. હવાઈ મથક મોટું કરવા માટે જમીલ ખોટી રીતે આપી દીધી છે.
જે હવાઈ પટ્ટી માટે જમીન આપી છે તે હવાઈ પટ્ટી પર દેશ ભક્તિની સફળ ફિલ્મ પ્રાઈડ ઓફ ઈન્ડિયા બની હતી. હવે આ હવાઈ પટ્ટી જ શેઈમ ઓફ ઈન્ડિયા બની ગઈ છે.
5 વર્ષ પહેલાં અજય દેવગને ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા ફિલ્મનું શૂટિંગ જ્યાં કર્યું હતું, તે માંડવી પાસેના કાઠડા ગામની જમીન પરની હવાઈપટ્ટી સામે ગામના લોકો ગુજરાત સરકાર સાથે યુદ્ધ કરી રહ્યાં છે. અજય દેવગન અને સોનાક્ષી સિંહા માંડવીના કાઠડા એરસ્ટ્રીપ પર બે પ્રાઇવેટ જેટ દ્વારા આવ્યો હતો. અહીં 20 દિવ શુટીંગ કર્યું હતું.
ગામ બચાવો, દેશ બચાવોની થીમ પર કાઠલા ગામમાં લોકો લડી રહ્યાં છે. રાજનેતાઓ સામે લડી રહ્યાં છે. આસપાસના લોકો અજય દેવગનને યાદ કરી રહ્યાં છે.
વર્ષ 1971ના યુધ્ધ વખતે ભુજ હવાઈ મથક પર પાકિસ્તાને હુમલો કર્યો હતો. હવાઈ મથક તોડી નાંખયું હતું તે ગામની મહિલાઓએ રાતોરાત બનાવી આપ્યું હતું. સ્ક્વૉડ્રન લિડર વિજય કર્ણિક હતા. દેવગન સોનલધામ મંદિરે આશિર્વાદ લીધા હતા. ત્યારે કાઠડાના સરપંચ ભરત ગઢવી હતા. ફિલ્મનો સેટ એરસ્ટ્રીપ પર જ તૈયાર કરાયો હતો.
હવે ગામ લોકો માને છે કે, પહેલાં પાકિસ્તાને હુમલો કર્યો હતો.
હવે આપણા જ નેતાઓ અને આપણો પગાર લેતા અધિકારીઓ અમારી જમીન અને જમીર પર હુમલો કરી રહ્યાં છે.
આ હવાઈપટ્ટી લાંબી કરવા અને અહીં હવાઈ મથક બનાવવા માટે ગુજરાત સરકારે આ ગામની 350 એકર જમીન લઈ લીધી છે. તેથી ગામ લોકો વિરોધ કરી રહ્યાં છે. પાકિસ્તાનના બોંબરો સામે લડનારા લોકો હવે ગુજરાત સરકારના મહેસુલ વિભાગ સામે લડી રહ્યાં છે.
જીવના જોખમે એરપોર્ટ બચાવેલું તે જ કચ્છી પ્રજા હવે જીવના જોખમે
પૌતાનું ગૌચર બચાવવા મેદાન પડ્યા છે. પાકિસ્તાને 200 બોમ્બ નાંખીને એરપોર્ટ તોડી નાંખ્યું. ત્યારે આખું ભારત લશ્કર સાથે હતું. અહીં હવે પોતાની જ સરકાર ગૌચર પડાવી લઈ રહી છે ત્યારે આખા કચ્છના તમામ કામના સરપંચોએ આ ગામને ટેકો જાહેર કર્યો છે. તમે સરકાર સામે યુદ્ધ કરો અમે તમારી સાથે છીએ. સ્ક્વૉડ્રન લિડર વિજય કર્ણિક સાથે ગામની 300 મહિલાઓ અને 110 સૈનિકો હતા. 72 કલાકમાં હવાઈદળનો તુટેલો રનવે બનાવી દીધો હતો. દેશદાઝની ભાવના સાથે કામ ચાલુ રાખ્યુ હતું.ગૌચર માટે આખા કચ્છની મહિલાઓ ગામનું ગૌચર બચાવવા યુદ્ધ કરી રહ્યાં છે. સરકારને વારંવાર વિનંતી કરી પણ સરકાર તેમની વાત માનવા તૈયાર નથી. જમીન હડપી લીધી છે. હવે તો દેશના નેતાઓ જ માંડવીમાં માણસાઈ ભૂલ્યા છે.
ફિલ્મો
લગાન ફિલ્મનું અને બીજી અનેક ફિલ્મોનું શુટીંગ વિજય વિલાશ પેલેસમાં થયું છે. તેના 100 મીટર દૂર જ નવું એરપોર્ટ સરકાર બનાવવા માંગે છે. અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનની ફિલ્મોનું અહીં શુટીંગ થયું છે. પેલેસ અને દરિયા કાંઠો ફિલ્મસિટીથી ઓછા નથી.
હજારો ગામોની કથા
ગુજરાત સરકાર ઔદ્યોગિક વિકાસના નામે ગૌચરની જમીનો ઉદ્યોગજૂથોને પધરાવી દીધી હોવાનો અંધકાર છે. ભાજપ સત્તા પર આવ્યો તે પહેલાં 200 ગામમાં ગૌચર ન હતા. 2024માં 3 હજાર ગામોમાં ગૌચર રહેવા દીધા નથી. ભાજપ સરકારે અને કલેક્ટરોએ ગાયોની જમીનો ફૂંકી મારી છે.
રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 103.80 કરોડ ચોરસમીટર જમીન ઉદ્યોગોને આપી છે અથવા તો વેચાણથી સોદા કર્યા છે.
સરકારના મહેસૂલ વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે રાજ્યમાં બે વર્ષમાં 18 લાખ ચોરસમીટર ગૌચરની જમીન ઉદ્યોગોને વેચી દેવામાં આવી છે. જો ગૌચર, ખરાબા અને સરકારી પડતર જમીનો સરવાળો કરવામાં આવે તો આ જમીનનું કદ એટલું મોટું થાય છે કે જેમાં બે અમદાવાદ સમાઈ શકે છે. રાજ્યમાં 28 વર્ષ પહેલાં 700 ગામડાં એવાં હતા કે જ્યાં ગૌચર જમીન ગાયબ હતી, જ્યારે હાલની સ્થિતિએ ગૌચર વિહોણાં ગામડાઓની સંખ્યા 2800 થવા જાય છે. નિયમ છે કે 100 ગાયો વચ્ચે 40 એકર ગૌચર હોવું જોઈએ પરંતુ 9029 ગામો એવાં છે કે જ્યાં નિયમ કરતાં ઓછું ગૌચર છે.
કોણ જવાબદાર
કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ, અમિત અરોરા,
નિવાસી અધિક કલેક્ટર, મિતેષ પી. પંડયા
મદદનીશ કલેકટર અને સબ-ડિવિઝન મેજિસ્ટ્રેટ, એ બી જાદવ
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, મેહુલ વી. દેસાઇ