Bollywood Actress: અનુષ્કા શર્મા-સાક્ષી ધોનીથી લઈને કિયારા-ઈશા અંબાણી સુધી, આ સુંદરીઓ બાળપણની મિત્રો છે.
4 ઓગસ્ટના રોજ સમગ્ર વિશ્વમાં ‘ફ્રેન્ડશિપ ડે’ ઉજવવામાં આવશે. તો આ ખાસ અવસર પર આજે અમે એવી Bollywood Actresses વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળપણના મિત્રો છે. ઘણા તો શાળામાં સાથે ભણ્યા પણ છે.
બોલિવૂડમાં એવી ઘણી અભિનેત્રીઓ છે જે બાળપણની મિત્રો છે. આ લિસ્ટમાં શનાયા કપૂર, સુહાના ખાન, ખુશી કપૂર સહિત ઘણી અભિનેત્રીઓના નામ સામેલ છે. ઈન્ટરનેશનલ ‘ફ્રેન્ડશિપ ડે’ 4 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. તો આ ખાસ અવસર પર અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે બાળપણથી એકબીજાની મિત્ર છે. અને તેમની મિત્રતા આજ સુધી ચાલુ છે. આ સુંદરીઓ હજુ પણ કેટલાક પ્રસંગોએ સાથે જોવા મળે છે.
અનુષ્કા શર્મા-સાક્ષી ધોની
અનુષ્કા અને સાક્ષી બાળપણમાં શાળામાં સાથે ભણ્યા હતા. આસામના નાનકડા શહેર માર્ગેરિટામાં બંનેએ થોડા વર્ષો સાથે અભ્યાસ કર્યો. હાલમાં જ બંનેની સ્કૂલની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી, જેમાં બંને સાથે જોવા મળ્યા હતા. અનુષ્કા અને સાક્ષી વચ્ચે બાળપણની મિત્રતા હજુ પણ અકબંધ છે. બંને ઘણા પ્રસંગોએ સાથે જોવા મળ્યા છે.
View this post on Instagram
ઈશા અંબાણી-કિયારા અડવાણી
ઈશા અંબાણી બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની ખૂબ સારી મિત્ર છે. આ બંને વચ્ચે બાળપણથી જ ગાઢ મિત્રતા છે. આ અંગે ખુદ કિયારા અડવાણીએ અનેકવાર ખુલાસો કર્યો છે. કિયારાએ પોતાના અને ઈશાની બાળપણની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે.
View this post on Instagram
શનાયા કપૂર, સુહાના ખાન, ખુશી કપૂર
શનાયા કપૂર, સુહાના ખાન, ખુશી કપૂર, આ ત્રણેય અભિનેત્રીઓ બાળપણની મિત્રો પણ છે. તેઓ તેમના પરિવારોમાં ચાર્લીઝ એન્જલ્સ તરીકે પ્રખ્યાત છે. ત્રણેય હંમેશા પાર્ટીઓમાં સાથે જોવા મળે છે.
View this post on Instagram
આથિયા શેટ્ટી અને કૃષ્ણા શ્રોફ
જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટીની જેમ તેમની દીકરીઓ પણ બેસ્ટ ફ્રેન્ડ્સ છે. આથિયા અને ક્રિષ્ના એક જ સ્કૂલમાં સાથે ભણ્યા હતા.