Surat: સુરતના આંજણા વિસ્તારમાં 29મી જુલાઈની રાત્રે યૂ-ટ્યૂબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યાના કેસમાં સલાબતપુરા પોલીસે હત્યારાઓ સહિત નવ જેટલા બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે. તમામની ઉમર 18 કે તેનાથી ઓછી છે.
Surat પોલીસના જણાવ્યા મુજબ યૂ-ટ્યૂબર પત્રકાર
ઝૂબેર ખાનની હત્યામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ રીતે ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં ઝૂબેર ખાનની હત્યામાં રેહાન ઉર્ફ ગોરા સમીર શેખને પકડી પાડવામાં આવ્યો હતો. રેહાનની પૂછપરછ કરતા કુલ નવ લોકો હત્યામાં સંડોવાયા હોવાનું ખૂલ્યું હતું. 29મી જુલાઈની રાત્રે આંજણાફાર્મ એચ.ટી.સી. માર્કેટ-1 સામે સાઇકૃપા ઇન્ડસ્ટ્રીઝનાં ખાતામાં નંબર-58,59,60માં પહેલા માળે દાદર પાસે ઝુબેરખાન જહાગીરખાન પઠાણ બેઠો હતો. આ દરમિયાન આરોપીઓ તથા કાયદાના સંઘર્ષમાં આવેલા બાળકિશોરોએ એક સંપ થઇને ઝૂબેર ખાનની હત્યા કરી હતી.
પોલીસ યૂ-ટ્યુબર પત્રકાર ઝૂબેર ખાનની હત્યાના કેસમાં
રેહાન ઉર્ફે ગોરા સમીર શેખ ઉ.વ.18 વર્ષ 01 માસ 07 દિવસ (જન્મ તા.23/06/2006) ધંધો.ઓનલાઇન ડીલીવરી(વોલ્મો કંપની) રહે.ઘર નં.૨૨૫, ગલી નં.07 એચ.ટી.સી.માર્કેટની બાજુમાં, અનવરનગર,આંજણા ફાર્મ, સલાબતપુરા સુરત મુળવતન.ભુસાવલ રામદાસ વાડી સામે, ભુસાવલ તા.જી. જલગાવ (મહારાષ્ટ્ર) તથા ફૈઝલ ઉર્ફે તરોપા ઉર્ફે ભુખા શેખફરીદ શેખહમીદ ઉ.વ.18 વર્ષ 02 માસ 09 દિવસ(જન્મ તા.21/05/2006) ધંધો.પપ્પા સાથે નાસતાની દુકાન પર કામ રહે.ઘર નં.૩૫૦, ગલી નં.૦૭ એચ.ટી.સી.માર્કેટની બાજુમાં, અનવરનગર,આંજણા ફાર્મ, સલાબતપુરા સુરત. તથા કાયદાના સંઘર્ષમાં આવેલા કુલ સાત બાળકિશોરોને પકડી પાડ્યા છે.