Mann Ki Baat: PM નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’નો 112મો એપિસોડ આજે એટલે કે 28મી જુલાઈએ પ્રસારિત થવા જઈ રહ્યો છે. થોડા સમય પહેલા પીએમ મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ અંગે કહ્યું હતું કે તેમને જુલાઈના એપિસોડ માટે ઘણા ઈનપુટ મળ્યા છે. તેમણે આ કાર્યક્રમ દ્વારા સામૂહિક મુદ્દાઓને ઉજાગર કરવા અને સમાજમાં પરિવર્તન લાવવા માટે યુવાનો એકઠા થવા બદલ આનંદ પણ વ્યક્ત કર્યો હતો.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કર્યું હતું કે, “મને આ મહિનાની #MannKiBaat માટે ઘણા ઇનપુટ્સ મળી રહ્યાં છે, જે 28મીએ રવિવારે યોજાશે. ઘણા યુવાનો ખાસ કરીને આપણા સમાજને બદલવાના હેતુથી સામૂહિક પ્રયાસો પર પ્રકાશ પાડતા જોવાનું આનંદકારક છે. તમે MyGov, NaMo એપ પર ઇનપુટ્સ શેર કરવાનું ચાલુ રાખી શકો છો અથવા 1800-11-7800 પર તમારો સંદેશ રેકોર્ડ કરી શકો છો.