Paris Olympics
Mukesh Ambani and Nita Ambani: મુકેશ અંબાણી અને નીતા અંબાણી પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને પણ મળ્યા છે.
Mukesh Ambani and Nita Ambani: રિલાયન્સ ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ તેમની પત્ની નીતા અંબાણી સાથે પેરિસ ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લીધો હતો. પેરિસના એફિલ ટાવરની સામે મુકેશ અંબાણી અને નીતા અંબાણી આ રંગારંગ કાર્યક્રમનો ભાગ બન્યા હતા. નીતા અંબાણી તાજેતરમાં જ ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC) દ્વારા ભારતમાંથી સભ્ય તરીકે ચૂંટાયા હતા. આ સિવાય મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને પણ મળ્યા છે.