Budget 2024: રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે સામાન્ય બજેટ પર જોરદાર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે તેમના સાથીદારોને ખોટા આશ્વાસન દ્વારા ખુશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે મંગળવારે (23 જુલાઈ) સતત સાતમી વખત સંસદમાં Budget 2024 રજૂ કર્યું. તેમણે આ બજેટમાં ઘણી મહત્વની યોજનાઓની જાહેરાત કરી હતી. જેના પર શાસક અને વિપક્ષના નેતાઓ તરફથી મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. કોંગ્રેસના નેતા સચિન પાયલોટે આ બજેટ પર તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
#WATCH | Raipur: On the Union Budget, Chhattisgarh Congress state in-charge Sachin Pilot says, "The word farmer was missing in the budget presented yesterday. The government's ignorance towards farmers has now become public. Despite forming the government, they have only made… pic.twitter.com/0NmKjZibmk
— ANI (@ANI) July 24, 2024
રાજસ્થાનના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટે કહ્યું કે
ગઈ કાલે રજુ થયેલા બજેટમાં ખેડૂતનું નામ ગાયબ હતું. તેમણે કહ્યું કે ખેડૂતો પ્રત્યે સરકારની બેદરકારી જાણીતી થઈ ગઈ છે. સરકારની રચના થઈ હોવા છતાં, તેણે કેટલાક ખોટા વચનો આપીને તેના સાથી પક્ષોને ખુશ કરવાનો પ્રયાસ કર્યો છે.
ખેડૂતોને મદદનો અભાવ દેખાઈ રહ્યો છે’.
બજેટ પર નિશાન સાધતા સચિન પાયલોટે કહ્યું કે ખેડૂતોને મદદનો અભાવ તેમાં સ્પષ્ટ દેખાય છે. તેમણે વધુમાં કહ્યું કે, “મને ખુશી છે કે મારી પાર્ટીએ પોતાના મેનિફેસ્ટોમાં MSP પર કાયદો બનાવવાની વાત કરી હતી.” પાયલોટે કહ્યું, “રાહુલ ગાંધીના નેતૃત્વમાં અમે સદનમાં અને રસ્તાઓ પર ખેડૂતોના મુદ્દાને મજબૂતીથી ઉઠાવીશું.”
સચિન પાયલટે
નીતિ આયોગની બેઠકનો વિરોધ કરતા ચાર મુખ્યમંત્રીઓના પ્રશ્ન પર સચિન પાયલોટે કહ્યું, “જ્યારે તમે ભેદભાવ અને પક્ષપાત કરો છો અને સંઘીય માળખાની મૂળ ભાવના વિરુદ્ધ કામ કરો છો, તો તમારી સાથે કોણ બેસીને કામ કરશે? ” તેમણે કહ્યું કે, સરકાર દ્વારા ખોટા આશ્વાસનો આપીને સાથી પક્ષોને ખુશ કરવા જે કામ કરવામાં આવ્યું છે તેનાથી લોકોના મનમાં પણ અવિશ્વાસ પેદા થયો છે.