Stock Market Opening: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે બજેટ રજૂ કરશે, આ દરમિયાન બજેટની અસર શેરબજારમાં પણ જોવા મળી રહી છે. બજેટ પહેલા રોકાણકારોને ઘણી અપેક્ષાઓ હોય છે. જેની અસર આજે ખુલેલા બજારમાં જોવા મળી હતી. મંગળવારે શેરબજારના બંને મુખ્ય સૂચકાંકો ઉછાળા સાથે ખુલ્યા હતા.
મંગળવારે સવારે 9:15 વાગ્યે સેન્સેક્સ 229.89 પોઈન્ટ અથવા 2.29 ટકાના વધારા સાથે 80,731.97 પર ખુલ્યો હતો. જ્યારે નિફ્ટી 60 પોઈન્ટના ઉછાળા સાથે 24568.90 પોઈન્ટ પર ખુલ્યો હતો.રોકાણકારોની નજર ઘણા ક્ષેત્રો પર છે
બજેટની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. બજેટ આવવામાં હજુ એક કલાક જેટલો સમય બાકી છે તેમ છતાં રોકાણકારોને આ બજેટ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. તેથી, રોકાણકારો ઘણા ક્ષેત્રો પર નજર રાખી રહ્યા છે. તેમને આશા છે કે નાણામંત્રી આ ક્ષેત્રોને ભેટ આપી શકે છે, જેના કારણે આ શેર સારો બિઝનેસ કરશે. ભારતીય શેરબજારમાં આજે રોકાણકારો આઈટી, ઓટો, બેંકિંગ, એગ્રીકલ્ચર, એફએમસીજી જેવા અનેક ક્ષેત્રો પર નજર રાખી રહ્યા છે. હકીકતમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણ પર ઉદ્યોગને ટેકો આપવાની સાથે સામાન્ય કરદાતાઓની અપેક્ષાઓ સંતોષવાનું દબાણ છે. આ સિવાય કેટલીક એવી જાહેરાતો કરવામાં આવી શકે છે જે રોકાણકારોની ખુશીમાં વધારો કરી શકે છે.