Gujarat: બાંધકામ માટે કામ કરતાં મજૂરો માટે રૂ. 1500 કરોડના ખર્ચે હંગામી ઘર રહેશે. શ્રમિક બસેરા યોજનાની 17 જગ્યાઓનું ખાતમુહૂર્ત કર્યું છે. બાંધકામ શ્રમિકોને આવાસ, આહાર, આરોગ્ય અને આર્થિક આધાર આપી જીવનધોરણ સુધારવા મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે યોજના જાહેર કરી છે. પણ તેનો અમલ કઈ રીતે થઈ રહ્યો છે તે જોવા જેવો છે. વ્યક્તિદીઠ પાંચ રૂપિયામાં હંગામી ઘર અપાશે.
આ ઘર એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકે એવા નહીં હોય. તેથી આસપાસ પ્રોજેક્ટ કામ પુરા થયા પછી રૂ. 1500 કરોડ નકામાં થઈ જવાના છે. આ મકાન 2020થી શરૂ થઈને 2032 સુધીમાં બનશે.
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને રાજકોટ ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું અમદાવાદમાં ભૂમિભૂજન કરાયું છે. 15 હજાર બાંધકામ શ્રમિકોને લાભ મળશે. 3 વર્ષમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે 3 લાખ બાંધકામ શ્રમિકો કામચલાઉ રહેવાનું અપાશે.
અમદાવાદમાં જગતપુર ખાતે નિર્માણ થનારા શ્રમિક બસેરાનું ભૂમિપૂજન કર્યું હતું.
અમદાવાદમાં હાલ 412 બિલ્ડીંગના પ્રોજેક્ટ ચાલી રહ્યાં છે.
ગુજરાતમાં અત્યારે 4891 બિલ્ડીંગો બની રહ્યા છે. જે જાણીતા બિલ્ડરોના છે. કુલ પ્રોજેક્ટ 10 હજારથી વધારે હોઈ શકે છે. રેરામાં 5 શહેરોના 1721 પ્રોજેક્ટ નોંધાયેલા છે. જે ગયા વર્ષ કરતાં 8 ટકા ઓછા છે.
મજૂરો શહેરો અને ઉદ્યોગનું નિર્માણ કરે છે. તેઓ વર્ષે 10 લાખ નવા ઘર અને ફેક્ટરી બનાવે છે. શ્રમ અને રોજગાર પ્રધાન બલવંત રાજપૂત છે. વર્ષ 2036માં ઓલિમ્પિક પહેલા કરવા માંગે છે.
શ્રમિક અન્નપૂર્ણા યોજનામાં પાંચ રૂપિયાના રાહત દરે પૌષ્ટિક ભોજન આપે છે. હવે રહેવા કામ ચલાઉ ઘર આપશે. વયસ્ક શ્રમિકોને પેન્શનમાં વિનામૂલ્યે આરોગ્ય સેવાઓ સરકાર પૂરી પાડે છે. 3 લાખ લોકોને 3 હજારનું પીએફ મળે છે.
5 રૂપિયામાં રાજ્યમાં 290 શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્ર પરથી ગરમ અને પૌષ્ટિક ભોજન અપાય છે.
અત્યાર સુધીમાં 2 કરોડ 54 લાખ ભોજન થાળી અપાઈ છે. ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ તથા શ્રમયોગી કલ્યાણ બોર્ડનું ફંડ મળે છે. શ્રમિક અન્નપૂર્ણા 100 કેન્દ્ર ખોલવાનું આયોજન છે.
શ્રમયોગી કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો તથા તેઓના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા પૂરી પાડવામાં આવશે. 3 વર્ષમાં 3 લાખ જેટલા શ્રમિકો માટે આવાસ સુવિધા ઉભી કરાશે.
શ્રમિકોને કડિયાનાકા 1 કિમીમાં આવાસોમાં પાણી,રસોડું, વીજળી, પંખા, સ્ટ્રીટ લાઈટ, સિક્યોરિટી, મેડિકલ ફેસિલિટી, ઘોડિયાઘર સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે.
યોજના તો બોર્ડ દ્વારા કરવામાં આવી છે. 2022-23માં 750 કરોડ બિલ્ડર પાસેથી પ્રોજેક્ટ કિંમતના 1 ટકા પ્રમાણે લીધા હતા. 2023-24માં 350 કરોડ લીધા હતા. કુલ જમા રકમ 5100 કરોડ છે. તેની સામે 18 વર્ષમાં ખર્ચ 2700 કરોડ કર્યું છે. બોર્ડમાં 3 લાખ મજૂરો નોંધાયેલા છે.
સર્વે
31 કડીયા નાકાઓનો સર્વે કરવામાં આવ્યો હતો જેમાં આશરે 15 હજાર લોકો દરરોજ રોજગારી માટે ઉભા રહેતા હોવાનો અંદાજ છે. રોજગારી માટે ઉભા રહેતા કામદારો પૈકી 479 કામદારોનો સંપર્ક કરવામા આવ્યો હતો તેમાંથી આશરે 32℅ કામદારો રુપિયા 5 મા ભોજન નો લાભ લઈ રહ્યા છે
અમદાવાદમાં અન્નપૂર્ણા યોજના હેઠળ ચાલતા કુલ 31 મજૂર ચોકની મુલાકાત લેવામાં આવી હતી.
આ 31 શ્રમિક ચોક અમદાવાદના છ વિસ્તારમાં આવેલા છે.
સર્વેક્ષણમાં જણાયું કે, માત્ર 56% બાંધકામ કામદારો નિયમિતપણે અન્નપૂર્ણા યોજનાનો લાભ મેળવે છે અને બાકીના 44% અન્નપૂર્ણા યોજનાના લાભોનો નિયમિતપણે લાભ લેતા નથી.
ત્રીજા ભાગના એટલે કે 33% લોકો અઠવાડિયામાં એક જ વાર સ્ટોલ પરથી ખોરાક ખાય છે.
અન્નપૂર્ણા યોજનાનો લાભ લેનારા 72% લોકો બાંધકામ કામદાર કલ્યાણ બોર્ડ દ્વારા ચલાવવામાં આવતી અન્ય યોજનાઓ વિશે જાણતા ન હતા.
મોટાભાગના બાંધકામ કામદારોએ કહ્યું કે
તેઓ બેરોજગારી ભથ્થું અને રાશન કુપન જેવા અન્ય પ્રકારના લાભ ઈચ્છે છે. ખોરાક આપતા 59 ટકાએ જણાવ્યું હતું કે તેઓ બાંધકામ સિવાયના કામદારોને પણ ખોરાક પૂરો પાડે છે.
બહુ ઓછા કામદારો અખબારનગર, સાબરમતી, ઘાટલોડિયા, વાસણા, નરોડા ચાર રસ્તા, બાપુનગરમાં 30% કામદારો અન્નપૂર્ણા સ્ટોલમાંથી ખોરાક ખાય છે. આ સર્વે આ વર્ષે માસ્ટર ઓફ લેબર વેલફેરના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલો હતો.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ અમિત શાહના મત વિસ્તાર ઘાટલોડીયામાં કડીયા નાકુ અમદાવાદનું સૌથી મોટું મજૂર બજાર છે. જેમાં સરેરાશ 800થી 1000 મજૂરો રોજ મજૂરી શોધવા માટે આવે છે.
જેમાં 600 પુરૂષો અને 200 જેવા મહિલાઓ હોય છે.
જેમાં 45 ટકા મજૂરો ગુજરાત બહારથી આવે છે. 40 ટકા મજૂરો અમદાવાદ બહારથી આવેલા હોય છે. જેમાંથી 170 લોકો એટલે કે 18 ટકા લોકોએ રૂ. 40નું ભોજન લીધું હતું.
અમદાવાદનું બીજું સૌથી મોટું મજૂર બજાર સોનીની ચાલી છે. જ્યાં 751થી 1000 મજૂરો સરેરાશ હોય છે. અહીં 17 ટકા મજૂરો સરકારી સસ્તુ ભોજન લે છે.
સૌથી વધારે ભોજન લેનારાઓમાં ઓઢવ કડિયા નાકાના મજૂરો 85 ટકા છે. અમદાવાદના કોઈ પણ કડીયા નાકામાં 110થી 200 મજૂરો ભોજન લે છે.