ભાવનગરના ઘોઘા નજીક દરિયામાં ગરકાવ થયેલી ટગમાંથી વધુ એક શખ્સનું રેસક્યુ કરવામાં આવ્યુ છે. હજી ત્રણ લોકો લાપતા છે. ઘોઘા નજીક વરુણ નામની ટગમાં બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ટગ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જે દરમ્યાન ત્રણ લોકોને રેસ્ક્યુ કરીને ઘોઘા લાવવામાં આવ્યા હતા. ત્રણેયની હાલત અતિ ગંભીર હોવાથી તેમને સારવાર માટે ઘોઘા ખસેડવામાં આવ્યા હતા. ટગ પાણીમાં ગરકાવ થઈ તે ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ ટગમાં કસ્ટમ વિભાગના અધિકારીઓ અને શિપબ્રેકરના સ્ટાફ સહિત 15 લોકો ગયા હતા. ટગમાં સાથે રહેલ ડીઝલનો જથ્થો સપ્લાય કરવાનો હોવાથી ક્રૂ મેમ્બરો ડિઝલની સપ્લાય કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ટગમાં બ્લાસ્ટ થયો હતો. અને ટગ ઊધી વળી ગઈ હતી.
