Stock Market Opening
Stock Market Opening: સ્થાનિક શેરબજારમાં આજે રિકવરી જોવા મળી છે અને NSE-BSEમાં ઉછાળા સાથે ઓપનિંગ જોવા મળી રહી છે.
Stock Market Opening: ભારતીય શેરબજારમાં ગઈકાલે જોવા મળેલા જોરદાર ઘટાડા બાદ આજે ઉછાળો પાછો ફરતો જોવા મળ્યો છે. NSE નો નિફ્ટીએ શરૂઆતની મિનિટોમાં જ 24,000 ની મહત્વની સપાટી વટાવી દીધી છે અને BSE માં 80170 ના સ્તર સુધી વધારો જોવા મળ્યો છે. એનએસઈના વધતા અને ઘટતા શેરોમાં 1646 શેર વધી રહ્યા છે અને 334 શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
કેવું રહ્યું માર્કેટ ઓપનિંગ?
BSEનો સેન્સેક્સ 245.32 પોઈન્ટ અથવા 0.31 ટકાના વધારા સાથે 80170 પર ખુલવામાં સફળ રહ્યો છે અને એનએસઈનો નિફ્ટી 72.10 પોઈન્ટ અથવા 0.30 ટકાના વધારા સાથે 24396.55 પર ખુલ્યો છે. ખુલ્યા પછી તરત જ બેન્ક નિફ્ટી 104 અંક વધીને 52294 ના સ્તર પર જોવા મળી રહી છે. જ્યારે નિફ્ટીએ પ્રથમ 15 મિનિટમાં જ ઈન્ટ્રાડે હાઈ તરીકે 24,402નું સ્તર હાંસલ કર્યું છે.