Stock Market Today
Stock Market Today: ગ્રામીણ અર્થતંત્ર પાટા પર પાછું છે. વેચાણ વધવા લાગ્યું છે જેના કારણે આ સેક્ટરના શેરોમાં જોરદાર વધારો થયો છે.
Stock Market Closing On 8 July 2024: સપ્તાહનું પ્રથમ ટ્રેડિંગ સત્ર ફ્લેટ બંધ થયું છે. દિવસભર બજારમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બેન્કિંગ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ શેરોમાં જોરદાર વેચવાલી જોવા મળી રહી છે. જોકે, FSCG શેર્સમાં ખરીદી જોવા મળી હતી જેણે બજારને ટેકો આપ્યો હતો. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 36 પોઈન્ટના ઘટાડા સાથે 79,960 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 3.30 પોઈન્ટના મામૂલી ઘટાડા સાથે 24,320 પોઈન્ટ પર બંધ થયો હતો.
450 લાખ કરોડનું માર્કેટ કેપ
ભારતીય શેરબજારનું માર્કેટ કેપ પ્રથમ વખત રૂ. 450 લાખ કરોડની ઉપર બંધ થયું છે. આજના ટ્રેડિંગ સેશનમાં, BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 450.14 લાખ કરોડ પર બંધ થયું હતું, જે અગાઉના સત્રમાં રૂ. 349.88 લાખ કરોડથી વધુ હતું. માર્કેટમાં પ્રોફિટ-બુકિંગ છતાં ભારતીય શેરબજારનું માર્કેટ કેપ આજના સત્રમાં રૂ. 26000 કરોડના ઉછાળા સાથે બંધ થયું હતું.
વધતા અને ઘટતા શેર
બીએસઈ પર 4169 શેરનું ટ્રેડિંગ થયું હતું જેમાં 1802 શેરો લાભ સાથે અને 2257 શેર નુકસાન સાથે બંધ થયા હતા. 110 શેરોના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. આજના ટ્રેડિંગમાં FMCG શેર ITC 2.27 ટકાના વધારા સાથે, HUL 1.55 ટકાના વધારા સાથે, નેસ્લે 1.28 ટકાના વધારા સાથે બંધ થયા છે. આ સિવાય HCL ટેક 0.92 ટકા, ટાટા મોટર્સ 0.87 ટકા, ઇન્ફોસિસ 0.72 ટકા, રિલાયન્સ 0.69 ટકા, ટેક મહિન્દ્રા 0.40 ટકા, ભારતી એરટેલ 0.34 ટકાના વધારા સાથે બંધ થયા છે. ઘટી રહેલા શેરોમાં ટાઇટન 3.54 ટકા, અદાણી પોર્ટ્સ 1.65 ટકા, ટાટા સ્ટીલ 1.30 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.31 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.