Ahmedabad: ગુજરાત સરકારના કૌભાંડોથી ખીચોખીચ ભરેલું અમદાવાદના કાંકરિયા ખાતેના રૂ. 1માં આપેલી સરકારી જમીન પર બનેલા ખાનગી કંપનીના રૂ. 550 કરોડનમાં તૈયાર થયેલું ટ્રાન્સસ્ટેડિયા સ્ટેડિયમ બંધ કરી દેવાનું છે.
આબાદ સ્પોર્સટ કૌભાંડ
કરોડો રૂપિયાની કાંકરિયા પાસેની આબાદ ડેરીની જમીન વેંચીને સ્પોર્ટસ કૌભાંડ કરનારા ભાજપ હવે અમદાવાદમાં ખેલ-કૂદ-રમતોનું ખાનગી કરણ કરવાની ગુપ્ત આયોજન સાથે એક કંપની બનાવી રહ્યો છે.
રાજ્ય સરકાર અમપાનાં 50-50 ટકાનાં સહયોગથી અમદાવાદ સ્પોર્ટસ પ્રમોશન કંપની બનાવશે. તે માટે રૂ.10 કરોડની જોગવાઈ કરી છે. અલગ-અલગ વિસ્તારોમાં નવા સ્પોર્ટસ સંકુલ બનાવવા આ કંપની કામ કરશે. નાણાં મેળવવા પ્રજાની જમીન ખાનગી કંપનીઓને આપી દેવામાં આવશે.
કમિશ્નર વિજય નહેરાએ જાહેર કર્યું હતું કે, ભારત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડિયાના સહયોગથી પશ્ચિમ ઝોન નારણપુરા વોર્ડમાં વરદાન ટાવરની પાછળના ભાગમાં, ત્રિપદા સ્કુલ પાસે રૂ.85 કરોડનું અદ્યતન આંતરરાષ્ટ્રીય કક્ષાનું સ્પોર્ટસ એકેડમી બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યાં આઉટડોર રમતો તથા ઈન્ડોર રમતોનો લાભ મળશે.
ઓલિમ્પિક જેવી સ્પર્ધાનું આયોજન થઈ શકે. શહેરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ રમતવીરને પ્રમોટ કરી શકાય.
અમદાવાદ પશ્ચિમ વિસ્તારના શહેરીજનો માટે વાસણ વોર્ડમાં રંગસાગર ફ્લેટની પાસે રૂ.5.17 કરોડમાં સાંસ્કૃતિક તથા રમતગમત કેન્દ્ર બનાવવાની કામગીરી ચાલુ છે.
ગોતા (સોલા) સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, વસ્ત્રાલ વોર્ડ ખાતે રૂ.59 કરોડમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
દરેક વોર્ડમાં રૂ.105 કરોડમાં મીની સ્પોર્ટ કોમ્પ્લેક્ષ બનાવાશે. વાનું આયોજન કરવામાં આવ્યું છે.
અગાઉ શું થયું હતું
એક સમયે અમદાવાદને દૂધ પૂરું પાડતી આબાદ ડેરીની મોંઘા ભાવની 37,388 ચો. મીટર જમીન ભાજપ સરકારે ચૂંટણી ફંડ માટે સાવ નવી સવી એવી કંપનીને પાણીના ભાવે આપીને પ્રજાની તિજોરીને રૂ. 1197.77 કરોડનું નુકસાન પહોંચાડ્યું હતું, તેવા આક્ષેપોને 10 વર્ષ થઈ ગયા છે. 2009માં આબાદ ડેરીની જમીન આપવાની કામગીરી શરૂ કરી હતી. તે અંગે તપાસ કરવા માટે માંગણી થઈ હતી પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે PM નરેન્દ્ર મોદીની સરકારે કોઈ તપાસ આજ સુધી થવા દીધી નથી. કંપનીના માલિક હરિશ શેઠને જમીન આપી દીધા બાદ 10 વર્ષથી ભ્રષ્ટાચારનો ભોરીંગ પ્રજા માનસમાં સળવળી રહ્યો છે.
એક સમયના ગુજરાત પરિવર્તન પક્ષના મહામંત્રી ગોરધન ઝડફિયા જે હાલ ભાજપમાં છે, એમણે PM નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરીને કેસ ઉપરાંત કથિત ગેરરીતિના અન્ય 7થી 8 કેસને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવાની પણ જાહેરાત કરી હતી. તેઓ ભાજપના નેતા બની ગયા બાદ અને 2019માં ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં જવાબદારી સોંપ્યા બાદ મોટા ભ્રષ્ટાચાર પર પડદો પડી ગયો છે. ભાજપના નેતા ગોરધન ઝડફિયા અને ધારાશાસ્ત્રી દિપક સાતાએ અગાઉ આર.ટી.આઈ. દ્વારા સરકારમાંથી દસ્તાવેજી પુરાવા એકઠા કર્યા હતા. ભાજપે આ જમીન કૌભાંડમાં મોટો ભ્રષ્ટાચાર કર્યો હોવાનું કહ્યું હતું.
મુંબઈમાં 2008માં એસ. ઈ.ટ્રાન્સસ્ટેડિયા પ્રા. લિ. નામની એક કંપનીની સ્થાપના થઈ હતી. 2009માં આ કંપનીએ PM મોદીની અધ્યક્ષતામાં વાઈબ્રન્ટ ગુજરાત સમીટમાં MoU કર્યા હતા. તુરંત આ સાવ નવી જ કંપનીને અમદાવાદમાં બંધ પડેલી આબાદ ડેરીની જમીન ખાનગી ધોરણે સ્પોર્ટસ સ્ટેડિયમ અને રીક્રિએશન સંકુલ બનાવવા આપી દીધી હતી.
મહેસૂલ વિભાગની મૂલ્યાંકન સમિતિએ 6 જુલાઈ 2010માં જમીનની કિંમત પ્રતિ ચો. ફૂટ રૂ.38,650 નક્કી કરી હતી. આ જમીન ,જમીનની કિંમતના 15 ટકા લેખે વાર્ષિક ભાડું લઈને આપવા મહેસુલ વિભાગે ભલામણ કરી હતી. જેનું વાર્ષિક ભાડું રૂ.26.67 કરોડ થતું હતું. દર પાંચ વર્ષે 15 ટકા ભાડા વધારા સાથે 35 વર્ષના ભાડા પટ્ટે આપવા ભલામણ કરી હતી. તે મુજબ ભાજપ સરકારે કર્યું હોત તો તિજોરીમાં રૂ.1197.77 કરોડ જમા થયા હોત. પરંતુ ભાજપ સરકારે આ ભલામણની ઉપરવટ જઈને વાર્ષિક માત્ર રૂ. 1 એક ચોરસ ફૂટના રૂ.4.20 લાખના વાર્ષિક ભાવે આપી દેવામાં આવી હતી. જેના કારણે ગુજરાતની પ્રજાને રૂ.1195.20 કરોડનું નુકશાન થયું હતું અને ભાજપને ફાયદો થયો હતો.
ગોરધન ઝડફિયાએ 1 જૂન 2013 એવી શંકા વ્યક્ત કરી હતી કે, ભાજપે ચૂંટણી ફંડ માટે અને કંપનીમાં ભાજપના કોઈ નેતાનું હિત હોવાને કારણે મહેસૂલ વિભાગની ભલામણોને નેવે મૂકીને સાવ સસ્તા ભાવે જમીન આપીને પ્રજાની સાથે દ્રોહ કર્યો છે. આ છે. આ કંપની કે કંપનીના માલિક હરિશ શેઠ પાસે સ્ટેડિયમ બનાવવાનો કોઈ અનુભવ નથી. વગર ટેન્ડરે માત્ર એમ.ઓ.યુ.ના આધારે સોનાની લગડી સમાન આ જમીન પાણીના ભાવે આપવામાં આવી હતી. આ કેસ અને અન્ય કેસોને હાઈકોર્ટમાં પડકારવામાં આવશે. પણ ગોરધન ઝડફિયા પોતે જીપીપીનું પાટીયું બંધ કરીને ભાજપમાં પક્ષાંતર કરી ગયા અને 10 વર્ષથી ચાલતું આ પ્રકરણ બંધ કરી દીધું હતું.
શહેરના કાંકરિયા વિસ્તારમાં આબાદ ડેરીવાળી જગ્યાની જમીન મલ્ટીપર્પઝ સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે ફાળવી દેવાના સરકારના નિર્ણયને પડકારતી જાહેરહિતની રિટ અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી હતી.
ચીફ જસ્ટિસ આર.સુભાષ રેડ્ડી અને જસ્ટિસ વિપુલ એમ.પંચોલીની ખંડપીઠે પીઆઇએલ ફાઇલ કરવામાં દાખવાયેલા અસાધારણ વિલંબ સામે પણ પ્રશ્નાર્થ ઉઠાવ્યો હતો અને જાહેરહિતની આ રિટ કાઢી નાંખી હતી. કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી બાબુ મેઘજી શાહ દ્વારા દાખલ કરાયેલી જાહેરહિતની રિટ અરજીમાં ગંભીર આક્ષેપ કરાયો હતો કે, સત્તાવાળાઓએ ઉપરોકત જમીન ખાનગી કંપનીને ટોકન ભાવે આપી દઇ કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે.
સરકારના સત્તાવાળાઓએ ઉપરોકત સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે એસઇ ટ્રાન્સસ્ટેડિયા પ્રા.લિ નામની ખાનગી કંપનીને રૂ.૧૪૪.૫ કરોડની કિંમતની ૪,૦૨,૨૯૪ ચોરસમીટર જગ્યા ૨૦૧૧માં પ્રતિ ફુટ એક રૂપિયાના ટોકન ભાવે ૩૫ વર્ષની લીઝ પેટે ફાળવી દીધી હતી.
આ પ્લોટ ૧૫ ટકાની માર્કેટવેલ્યુએ પણ ભાડે અપાયો હોત તો, વાર્ષિક રૂ.૨૧ કરોડની આવક શકય બનત.
આબાદ ડેરીના વાઇન્ડીંગ અપ પછી ગુજરાત ડેરી ડેવલપમેન્ટ બોર્ડ મારફતે રાજય સરકારે ૨૦૦૭માં આ પ્લોટ મેળવ્યો હતો. ત્યારબાદ ૨૦૧૦માં કલેકટરે આ જમીનનો કબ્જો લીધો હતો. કલેકટરે પાછળથી ગોલમાલ કરી જમીન આપી હતી.
સ્ટેડિયમ, ક્લબ, સ્ટોર્સ અને યુનિવર્સીટીના મેનેજમેન્ટ સાથે સંકળાયેલી ટ્રાન્સસ્ટેડિયા હોલ્ડિંગ્સ પ્રાઈવેટ લિમિટેડ અને એસઈ ટ્રાન્સસ્ટેડીયા પ્રાઈવેટ લિમિટેડ વિરુધ્ધ ઈન્સોલવન્સી ફાઈલ કરવામાં આવી છે.
બંને કંપનીઓએ જાહેર કર્યુ છે કે, કંપનની આર્થિક સ્થિતી જોખમમાં છે. લેણદારોને ચૂકવવાના પૈસા નથી.
શહેરના મધ્યમાં 20 હજાર દર્શકો ફુટબોલની મેચ નિહાળી શકે તેવા સ્ટેડિયમનુ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ બાદ ડેરીની જગ્યા પર આ સ્ટેડિયમનુ નિર્માણ કરાયુ છે.
સ્ટેડિયમના નિર્માણ-સંચાલનનો કોઈ અનુભવ જ ન હોવા છતાંય હાલોલમાં ઓટ પાર્ટ્સ બનાવતી સેટકો ઓટોમોટીવ કંપનીના માલિક અને તેમના પુત્રને ટ્રાન્સસ્ટેડિયાનો પ્રોજેક્ટ મોદીએ આપી દીધો હતો. સ્ટાર-મ્યુઝિકલ નાઈટ્સ, સ્ટેડિયમની આસપાસ બ્રાન્ડેડ કંપનીઓને સ્ટોર ભાડે આપવામાં આવ્યા છે.
સ્ટેડિયમમમાં એક પણ ક્લબ છે જેમાં તગડી ફી લઈને મેમ્બરશીપ આપવામાં છે. ટ્રાન્સસ્ટેડિયાના નામે એક યુનિવર્સિટી પણ ચાલી રહી છે.
ટ્રાન્સસ્ટેડિયા હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડ અને એસઈ ટ્રાન્સટેડિયા પ્રાઈવેટ લિમિટેડે આર્થિક સધ્ધરતા કેમ ગુમાવી દીધી તે તપાસને વિષય છે.
રાજ્યની મોદી સરકારે આબાદ ડેરીની મોકાની વિશાળ જગ્યા ટ્રાન્સસ્ટેડિયા કંપનીને આપી દીધી હતી.
ગુજરાતમાં ઓલમ્પિક ગેમ્સ રમાડવા આયોજન થઈ રહ્યું છે તેના માટે સ્પોર્ટસ ફેસિલીટી ઉભી કરવા સરકારે તૈયારીઓ શરૂ કરી દીધી છે.