સુરતમાં રોજ-બરોજ વાહનચાલકોની બેદરકારીને લીધે આકસ્માતની ઘટનાઓ બનતી રહે છે. સુરતના ઓલપાડ પાસે આજ રોજ અકસ્માત થથા એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું, જ્યારે બીજાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઓલપાડની સાઈનાઈટ કંપની પાસેના હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સહકાર મંત્રી ઈશ્વર પટેલના ભત્રીજાને ખુબ ગંભીર ઈજા પહોંચી હતી અને તેની સાથે બેસેલા વાહનચાલકનું મોત નિપજ્યું હતું. સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલ આજ રોજ હોસ્પિટલ પોહંચ્યા હતા