ત્રણ રાજ્યોમાં ભાજપના પરાજયને પગલે હવે ભાજપના નેતાઓ પણ સોશિયલ મીડિયા પર પોતાની વેદના રજૂ કરી રહ્યા હોય એમ લાગી રહ્યું છે. તેમાં પણ ગુજરાત ભાજપના નેતા રેશ્મા પટેલે તો પોતાની જ પાર્ટી પર આડકતરી રીતે નિશાન સાધતા ફેસબુક પર લખ્યું કે, આ આત્મવિશ્વાસની નહીં પણ અભિમાનની હાર છે, જનતાનો એક એક આંસુ સરકાર માટે જોખમી છે તે ભૂલશો નહીં.
જ્યારે મતગણતરી શરૂ થઇ હતી ત્યારે રેશ્મા પટેલે હબીબ જાલીબનો એક શેર દ્વારા પોતાની લાગણી વ્યક્ત કરી લખ્યું હતું કે, ચૂંટણી પરિણામોની અપડેટ્સના ન્યૂઝ જોઈને મને એક પ્રસિદ્ધ શાયરની બે પંક્તિ યાદ આવી રહી છે- તુમસે પહલે વો જો ઈક શખ્સ યહાં તખ્ત-નશીં થા, ઉસ કો ભી અપને ખુદા હોને પે ઈતના યકીં થા.