રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલે અચાનક રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો છે. લોકો તેમના રાજીનામા અંગે ઘણી અટકળો લગાવી રહ્યા છે. ગવર્નરના અચાનક રાજીનામાને કારણે તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસની વરણી કરવામાં આવે છે. ઉર્જીત પટેલના રાજીનામાં સાથે RBI ના ડેપ્યુટી ગવર્નર વિરલ આચાર્યએ પણ રાજીનામું આપી દીધું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર સાથે ચાલતા વિવાદોને કારણે તેમણે રાજીનામું આપ્યું છે, પણ પ્રેસ કોન્ફરન્સમાં ઉર્જીત પટેલે રાજીનામાનું કારણ પોતાનું કોઈ ખાનગી કારણ બતાવ્યું છે. રાજીનામું આપ્યાના બે કલાકમાં જ તાત્કાલિક ધોરણે નવા ગવર્નર તરીકે શક્તિકાંત દાસને નિમવામાં આવ્યા છે