પાંચ રાજ્યોના ચૂંટણીના પરિણામો આવી ચૂક્યા છે અને હવે ભાજપ માટે કરો યા મરો જેવી સ્થિતિ પેદા થઇ છે. કારણ કે મહારાષ્ટ્રમાં શિવસેનાના સંજય રાઉતે ભાજપની આજની સ્થિતિની ટીકા કરી અને કહ્યું કે લોકોએ અમને સબક શીખવાડ્યો. તો હવે ફરી ભાજપના જ એક નેતા ભાજપની વિરૂદ્ધ બોલી ગયા. આમ તો આ નેતા ભાજપની વિરૂદ્ધ બોલવા માટે પંકાયેલા જ છે. મ. ત્યારે આટલી મોટી બોલવાની તક તેઓ કેવી રીતે જતી કરી શકે. એ પણ એવી તક જ્યારે ભાજપ ચારે ખાનો ચિત્ત થઇ ગયું હોય.
ભાજપના નેતા શત્રુઘ્ન સિંહાએ ટ્વીટ કરી પોતાની જ પાર્ટી પર સકંજો લાદતા કહ્યું કે, ”મેં તો પહેલા જ ચેતવણી આપી હતી કે સત્યની જીત થશે. આને જ લાયક હતા. અને અંતમાં સત્યની જ જીત થઇ. હું મારા તમામ લોકોને બહુપ્રતિક્ષિત રીતે જીતના અભિનંદન પાઠવું છું.” શત્રુધ્ન આનાથી ન અટક્યા અને આગળ પણ લખ્યું છે કે, ”જે ચૂંટણી હારી ચૂક્યા છે, તેમનો અભિમાન, ખરાબ પ્રદર્શન અને અતિમહાત્વાકાંક્ષા માટે તેમનો આભાર. આવા લોકો પ્રત્યે મારી દિલથી સંવેદના છે. આશા રાખું છું કે, એમને જલ્દી જ સદબુદ્ધિ મળે. લોકતંત્ર ઝિંદાબાદ… જય હિંદ.”