છેલ્લા 15 વર્ષથી ભાજપના શાસન હેઠળ છત્તીસગઢ, આજના નિર્ણાયક પરિણામો પછી સરકારમાં પરિવર્તન જોવાની તૈયારીમાં છે. કૉંગ્રેસને લાંબા સમય પછી સત્તા પર પાછા આવવાની શ્રેષ્ઠ તકની જેમ લાગે છે, પક્ષને તેના મુખ્ય પ્રધાનપદના ઉમેદવાર તરીકે સમાનતા વચ્ચે પ્રથમ વખત પસંદ કરવામાં મુશ્કેલી પડી શકે છે. છત્તીસગઢના નવા મુખ્યમંત્રી તરીકે ઉભરી શકે એવા ચાર નેતાઓનું અહીં એક નજર છે.
છેલ્લા પંદર વર્ષથી છત્તીસગઢમાં એકધારી સત્તા સ્થાને રહેલા રમણસિંહ-ભાજપને બહુ ભારે માર ખાવી પડી છે. પંદર વર્ષના શાસન બાદ ભાજપનો ગઢ પત્તાનાં મહેલની માફક ધરાશયી થતાં કોંગ્રેસને જબરદસ્ત બહુમતિ મળી છે. 90 સીટની વિધાનસભામાં કોંગ્રેસ 64 સીટ સાથે મેદાન મારી ગઈ છે જ્યારે ભાજપને માત્ર 17 સીટથી સંતોષ માનવો પડ્યો છે.
લાંબા સમય બાદ કોંગ્રેસ સત્તા પર આવી રહી છે. કોંગ્રેસને મુખ્યમંત્રી બનાવવા માટે ખાસ્સી મુશ્કેલી પડી શકે છે. છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ઉભરી શકે તેવા ચાર નેતાઓ છે. આ ચાર નેતાઓમાં ભૂપેશ બાઘેલ, ટીએન સિંગદેવો, તામ્રધ્વજ શાહુ અને ચરણદાસ મહંતનો સમાવેશ થાય છે.
ભૂપેશ બાઘેલ
હાલ છત્તીસગઢ કોંગ્રેસના પ્રમુખ છે. સીએમ પદ માટે તેઓ ફ્રન્ટ રનર છે. બાઘેલ ચોથી વખત ચૂંટાઈ આવ્યા છે. તેઓ 1980થી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ યુવક કોંગ્રેસમાં સક્રીય હતા. જ્યારે છત્તીસગઢ બન્યું ન હતું ત્યારે મધ્યપ્રદેશમાં દિગ્વિજયસિંહ સરકારમાં મંત્રી તરીકે કાર્યરત હતા. ત્યાર બાદ અજીત જોગીની સરકારમાં પણ કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે.
2013માં માઓવાદીઓના હૂમલામાં આખીય કોંગ્રેસ સાફ થઈ ગઈ હતી ત્યાર બાદ ભૂપેશ બાઘેલે કોંગ્રેસને છત્તીસગઢમાં જીવંતદાન આપ્યું અને કોંગ્રેસને ફરી બેઠી કરી. પણ તેમનો નેગેટીવ પોઈન્ટ એ છે કે કોંગ્રેસ પાર્ટીમાં તેઓ પોપ્યુલર નથી પણ લોકોમાં ખાસ્સા લોકપ્રિય છે. તેઓ સેક્સ સીડી સ્કેન્ડલમાં પણ વિવાદે ચઢી ચૂક્યા છે.
ટીએન સિંગ દેઓ
હાલ છત્તીસગઢના વિપક્ષ નેતા ટીએન સિંગ દેઓ પણ એક દાવેદાર છે.
તાજેતરમાં કૉંગ્રેસના સંભવિત સીએમ વિશે પૂછવામાં આવતા, તેમણે કહ્યું હતું કે છત્તીસગઢ ચૂંટણી બાદ મુખ્યમંત્રીના ઉમેદવારને સીતાના ‘સ્વયંવર’ જેવા કાર્યક્રમ દ્વારા પસંદ કરવામાં આવશે.
બાઘેલ અને દેઓ વચ્ચે સીધી સ્પર્ધા છે. તેઓ ભૂતપૂર્વ શાહી પરિવાર અને દેઓ રજવાડામાંથી આવે છે. તેઓ અંબિકાપુરથી ધારાસભ્ય તરીકે ચૂંટાય છે. તેઓ સૌથી ધનાઢ્ય ધારાસભ્ય મનાય છે. તેમના પર રમણસિંહ પ્રત્યે કુણું વલણ રાખવાનો આરોપ છે.
તામ્રધ્વજ સાહુ
લોકસભાની ચૂંટણીમાં સાંસદ તરીકે એક માત્ર તામ્રધ્વજ સાહુ જ ચૂંટાઈ આવ્યા હતા. તેઓ દુર્ગ લોકસભાના સાંસદ છે. સાહુ સમુદાયનો ચૂંટણીમાં નિર્ણાયક રોલ રહ્યો હતો. અજીત જોગી-માયાવતીના જોડાણને સાહુની કરામતે નિષ્ફળ બનાવ્યું છે. કોંગ્રેસના ઓબીસી સેલના પ્રમુખ પણ છે. સાહુને મુખ્યમંત્રી બનાવી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ઓબીસી વોટને મજબૂત કરી શકે એમ છે. પરંતુ તેઓ સાંસદ તરીકે લોકપ્રિયતા ધરાવતા નથી. રાહુલ ગાંધીની નજદીકના મનાય છે.
ચરણદાસ મહંત
ચરણદાસ મહંત શક્તિ વિધાનસભામાંથી ચૂંટણી લડે છે. તેઓ કોંગ્રેસના એક મજબૂત નેતા છે. જ્યારે દિગ્વિજયસિંહ મુખ્યમંત્રી હતા ત્યારે ચરણદાસ મંત્રીમંડળમાં હતા. આ ઉપરાંત મનમોહનસિંહની સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી પણ રહી ચૂક્યા છે. 2008માં છત્તીસગઢ કોંગ્રેસના પ્રમુખ રહ્યા છે. રમણસિંહે તેમને હરાવી છત્તીસગઢમાં ભાજપની સરકાર બનાવી હતી.