મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બહમતિ ભણી દોડી રહી છે. ભારે રસાકસીપૂર્ણ બનેલા ચૂંટણી જંગમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કલાકો સુધી આંકડાની માયાજાળ ઉપર-તળે રહી હતી. બપોરે ચાર વાગ્યે કોંગ્રેસે બહુમતિના 116ના ફિગરને આંબ્યો હતો. હમણા જે ટ્રેન્ડ મળી રહ્યા છે તેમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસે બહુમતિના 116ના આંકડાને પાર કરી લીધો છે. હવે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસની સરકાર બનવાનું નિશ્ચિત થઈ ગયું છે.
શરૂઆતથી જ કહેવાતું હતું કે મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ભારે રસાકસી ચાલી રહી છે. કાંટે કી ટક્કરના અંતે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બની રહી છે, હાલ કોંગ્રેસે 117 સીટ મેળવી લીધી છે જ્યારે ભાજપને 102 સીટ પર પહોંચી ગયું છે. બસપા અને અન્યો 10 સીટ પર પહોંચી ગયા છે. મતગણતરીના પ્રારંભમાં મનાતું હતું કે કોંગ્રેસ અને ભાજપ એકબીજાને બરાબરનાં હંફાવી રહ્યા છે. પરંતુ છેવટે પ્રજાએ કોંગ્રેસની તરફેણમાં ચૂકાદો આપતા પંરદર વર્ષ જૂની ભાજપ સરકારનું પતન થયું છે. શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ભાજપની હાર થઈ છે. જોકે, ચિત્ર હજુ પણ અસ્પષ્ટ જ આવી રહ્યું છે, ભાજપ અને કોંગ્રેસ હાલક-ડોલક થઈ રહ્યા છે. કેવા પ્રકારના ટ્રેન્ડ ચાલી રહ્યા છે તે કળવું મુશ્કેલ છે.