રાજસ્થાનમાં કોંગ્રેસે કમબેક કર્યું છે. 230 સીટ ધરવાતી રાજસ્થાન વિધાનસભામાં કોંગ્રેસે બહુમતિ માટે 100નો આંકડો પાર કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પાસે મુખ્યમંત્રીની પસંદગી માટે બે ચહેરા સામે રહ્યા છે. અશોક ગેહલોત અને સચિન પાયલોટ એમ બન્નેમાંથી એકની પસંદગી કરવાની રહશે.
આઠમી ડિસેમ્બરે આવેલા એક્ઝિટ પોલના તારણોથી રાજસ્થાનમાં કોંગ્રેસ બહુમતિ હાંસલ કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. આજે મતણગતરી થતાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે બરાબરની ફાઈટ થઈ હતી પરંતુ છેવટે કોંગ્રેસે ભાજપને ચૂંટણી જંગમાં મહાત કર્યો છે. કોંગ્રેસને અનેક સમસ્યાઓનો સામનો કરવાનો વારો આવશે અને અનેક પડકારો પણ કોંગ્રેસની સામે ઉભા થયેલા છે. ખાસ કરીને મુખ્યમંત્રીની પસંદગી કરવાની બાબત કોંગ્રેસ માટે પ્રવાહીશીલ બની રહેવાની છે.
કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ સિનિયર કોંગ્રેસી નેતા અને બે વખત રાજસ્થાનનાં મુખ્યમંત્રી રહેલા અનુભવી અશોક ગેહલોત અને યુવા, તરવરીયા અને લોકપ્રિય નેતા સચિન પાયલોટમાંથી કોઈ એકની પસંદગી કરવાની રહે છે.
શુક્રવારે એક્ઝિટ પોલના તારણો બહાર આવ્યા બાદ રાજસ્થાનમાં સરકાર રચવા અંગે દિલ્હીમાં વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓ વિચારણા કરી હતી. ખાસ કરીને મુખ્યમંત્રી પદનો મુદ્દો ચર્ચાને સ્થાને રહ્યો હતો. પાયલોટ અને ગેહલોત વચ્ચે સીધી સ્પર્ધા છે.
અશોક ગેહલોત રાજસ્થાનના બે વખતના મુખ્યમંત્રી રહ્યા છે. તેમને 34 વર્ષની નાની ઉંમરે પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પ્રમોટ કરવામાં આવ્યા હતા. 1998માં, કોંગ્રેસે તેમને પારસ રામ મદેરણા અને નવલ કિશોર શર્મા જેવા મોટાભાગના નેતાઓ વચ્ચેથી મુખ્યમંત્રી તરીકે પસંદ કર્યા હતા. તેવી જ રીતે સચિન પાયલોટ ફરી ઈતિહાસને દોહરાવી શકે છે. 41 વર્ષીય સચિન પાયલોટને સીએમ પદ માટે સક્ષમ દાવેદાર માનવામાં આવે છે. જોકે, નેતાની પસંદગી ધારાસભ્યોની મીંટીગમાં લેવામાં આવેશે અને તેમની સેન્સ પણ લેવાશે.
અશોક ગેહલોતે પત્રકારો સાથે વાત કરતાં કહ્યું કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી ધારાસભ્યો સાથે ચર્ચા કરી મુખ્યમંત્રી અંગેનો નિર્ણય લેશે. અશોક ગેહલોતે યુવા નેતા સચિન પાયલોટ માટે પણ શૂભમકાના વ્યક્ત કરી છે. રાજસ્થાનમાં મુખ્યમંત્રીની પસંદગી રાહુલ ગાંધીની પ્રમુખ તરીકે પોલિટીકલ સેન્સની પણ પરીક્ષા કરનારી બની રહેશે.