પાંચ રાજ્યોના વિધાનસભાની ચૂંટણીના પરિણમોમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે. 2019ની ચૂંટણી પહેલાં ભાજપને જબ્બર આઘાત લાગ્યો છે. છત્તીસગઢમાં 15 વર્ષ પછી રમણસિંગની સરકારે સત્તા ગુમાવી છે. જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસ બહુમતિની નજીર પહોંચી ગઈ છે. કોગ્રેસેં જોરદાર કમબેક કર્યું છે. રાહુલ ગાંધીનાં રાષ્ટ્રીય પ્રમુખ બન્યા બાદ કોંગ્રેસનો આ મોટો વિજય બન્યો છે.
હાલ ચાલી રહેલા ટ્રેન્ડ પ્રમાણો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ બહુમતિના આરે છે. છત્તીસગઢની કુલ 90 સીટમાંથી કોંગ્રેસની 59, ભાજપને 24 અે અન્યને સાત મળતી દેખાઈ રહી છે.
રાજસ્થાનમાં 199 સીટની ચૂંટણીમાંથી કોંગ્રેસને 114, જ્યારે ભાજપને 81 બેઠક મળતી દેખાઈ રહી છે અને અન્યને ચાર સીટ મળતી દર્શાવવામાં આવી રહી છે. જ્યારે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ 116, ભાજપ 99 અને અન્યને 15 સીટ મળતી દેખાઈ રહી છે. આમા ટ્રેન્ડ જોતાં ત્રણેય રાજ્યોમાં ભાજપનો કિલ્લો ધરાશયી થયો છે અને કોંગ્રેસની સરકારો બની રહી હોવાનું જણાઈ આવી રહ્યું છે.
બીજી તરફ તેલંગાણા અને મિઝોરમમાં કોંગ્રેસન ફટકો પડ્યો છે. મિઝોરમમાં કોંગ્રેસ 11 અને એમએનએફ 18 સીટ પર આગળ છે. આમ મિઝોરમમાં કોંગ્રેસ સરકાર ગૂમાવી રહી છે. તેલંગાણામાં ટીઆઈએસને 85, કોંગ્રેસને 22 સીટ મળતી દેખાઈ રહી છે.