વલસાડના અતુલ નજીક ત્રિપલ અકસ્માત સર્જાતા બે શખ્સના ઘટના સ્થળે મોત થયા. બે ટ્રક અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો. ત્યારે પોલીસે આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
