ભાજપના રાજ્યમાં પ્રથમ મુખ્યપ્રધાનનો દરજ્જો મેળવનાર કેશુભાઈ પટેલની અચાનક તબીયત લથડી જતા શનિવારે તેમને ગાંધીનગર સિવિલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાં તેમનો ચેક-અપ અને રિપોર્ટ કરવામાં આવ્યા હતા. કેશુભાઈ પટેલે જણાવ્યુ હતું કે 10 દિવસથી સામાન્ય બીમારીના કારણે સામાન્ય ચેક-અપ માટે તેઓ આવ્યા છે.
