Multibagger Stock
Multibagger Stock: અજય દેવગનની ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ તેના રોકાણકારોના ખિસ્સા ભર્યા છે. કંપનીના શેરોએ માત્ર થોડા વર્ષોમાં જ મજબૂત વળતર આપ્યું છે.
અજય દેવગન દ્વારા રોકાણ કરાયેલ કંપનીના શેરોએ તેના શેરધારકોને 5 વર્ષમાં કરોડપતિ બનાવી દીધા છે.
Multibagger Stock: છેલ્લાં કેટલાંક વર્ષોમાં બોલિવૂડના સિંઘમ અજય દેવગણે કરેલી કંપનીના શેરમાં રોકાણકારો અમીર બન્યા છે. શુક્રવારે આ કંપનીના શેરમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો હતો.
શુક્રવારે ઇન્ટ્રાડે ટ્રેડિંગ દરમિયાન કંપનીનો શેર 8 ટકા વધીને રૂ. 985 થયો હતો.
કંપનીએ તાજેતરમાં જ ફિલ્મ ધમાલ-4 માટે સુપર કેસેટ્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રાઈવેટ લિમિટેડ અને મારુતિ ઈન્ટરનેશનલ સાથે રૂ. 113.80 કરોડના સોદા પર હસ્તાક્ષર કર્યા છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.
અજય દેવગન કંપનીના 1 લાખ ઇક્વિટી શેર ધરાવે છે. કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,301.84 કરોડ છે.
શુક્રવારે કંપનીનો શેર રૂ.975.40 પર બંધ થયો હતો. કંપનીના શેરમાં એક મહિનામાં 10 ટકાનો વધારો જોવા મળ્યો છે.
કંપનીના શેરમાં છ મહિનામાં 245.03 ટકા અને એક વર્ષમાં 280 ટકાનો વધારો જોવા મળ્યો છે. કંપનીના શેરમાં પાંચ વર્ષમાં 3,938.92 ટકાનો વધારો જોવા મળ્યો છે.