ભારતના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે સરકાર દ્વારા ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસના કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમની વરણી કરવામાં આવી છે. તેઓ અરવિદ સુબ્રમણ્યનનું સ્થાન લેશે.
તેમનો કાર્યકાળ 3 વર્ષનો હશે. એક સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. અરવિંદ સુબ્રમણણ્યને આ વર્ષે જુલાઈમાં વ્યક્તિગત કારણોસર રાજીનામુ મૂકી દીધું હતું. તેમની જગ્યાએ હવે કૃષ્ણમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે.કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યન ઈન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસમાં ફાઈનાન્સના એસોસિએટ પ્રોફેસર અને સેન્ટર ફોર એનાલિટિક્સ ફાઈનાન્સના એક્ઝિક્યૂટિવ ડાયરેકટર છે. સુબ્રમણ્યન શિકાગો બૂથથી Phd થયેલા છે અને IIT અને IIMના વિદ્યાર્થી પણ રહી ચૂક્યા છે. કૃષ્ણમૂર્તિની ગણતરી દુનિયાના ઉચ્ચ કોટિના બેકિંગ, કોર્પોરેટ ગવર્નન્સ અને ઈકોનોમિક પોલીસી એક્સપર્ટ તરીકે થાય છે.
પહેલાં તે સેબીના કોર્પોરેટ ગવર્નન્સની એક્સપર્ટ કમિટી અને RBI માટે બેંકોના ગવર્નન્સનું કામ કરનારી કમિટીનો હિસ્સો હોવા સાથે કોર્પોરેટ ગવર્નન્સ અને ભારતમાં બેંકિંગ રિફોર્મ્સ માટે તેમણે ઓળખવામાં આવે છે. આ તમામ ક્ષેત્રોમાં તેમમની સેવાઓને કારણે તેમની આ ઉચ્ચ પદ માટે વરણી કરવામાં આવી છે.સુબ્રમણ્યન વૈકલ્પિક નિવેશ નીતિ, પ્રાથમિક બઝાર, માધ્યમિક બજાર અને રિસર્ચ પર બનેલી SEBIની કમિટીનો હિસ્સો પણ રહી ચૂક્યા છે.