Gujarat: પર્યાવરણ નિયામક નિશ્ચલ જોષીની ભરતી ખોટી રીતે કરવામાં આવી હોવાની તપાસ શરૂ થઈ છે. તેઓ વિશ્વના સૌથી ઊંચા પૂતળા પાસેના ચીલ્ટ્રીન ન્યુટ્રીશન પ્રોજેક્ટમાં થયેલાં કરોડો રૂપિયાના ગોટાળામાં સામેલ હોવાનું બહાર આવ્યું છે. હવે તેમની સામે રૂ. 410 કરોડના ખર્ચ અંગે તપાસ શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.
ગુજરાતના સમુદ્ર કાંઠે ચેરના જંગલોનું અદાણીએ નિકંદન કાઢી નાંખતા સરકારે તે સુધરવા માટે પર્યાવરણના સંરક્ષણ અને વ્યવસ્થાપ કર્યું હતું. જેનું કામ ગુજરાત ઈકોલોજી કમિશનને આપ્યું હતું. ઈલોલોજી કમિશનમાં નિશ્ચલ જોષીને જવાબદારી સોંપવામાં આવી હતી. તેમણે રૂ. 410 કરોડના ચેર પ્રોજેક્ટમાં ગોટાળા કર્યા હોવાનો આરોપ છે.
2012-2024 દરમિયાન મેન્ગ્રુવના વાવેતર માટે 4,125.92 હેક્ટર નક્કી કરાયા હતા.
પણ ખરેખર ચેરનું વાવેતર તો માત્ર 1,858.61 હેક્ટરમાં જ કરાયું હતું. તે અંગે ટેકા આપવામાં આવ્યા હતા. જેમાં પણ મોટા ગોટાળા હોવાનું માનવામાં આવે છે.
ચેરના વાવેતર પછી તેની તપાસ કરવાનું કામ કચ્છની ગુજરાત ઈન્સ્ટીટયુટ ઓફ ડેઝર્ટ ઈકોલોજીને જવાબદારી સોંપી હતી. 67 સ્થળની સ્થળ તપાસ આ સંસ્થાએ કરીને અહેવાલ આપ્યો તે સરકારની પાસે પડી રહ્યો છે. જેમાં 24 સ્થળે સારૂં કામ થયુ હતુ. 27 સ્થળે સરેરાશ કામ ચેર માટે થયું હોવાનું શોધ્યું હતું. 16 સ્થળે ચેરના વાવેતર કરાયું જ ન હતું. 67 જમીન પર માત્ર 39 ટકા જમીન પર જ વાવેતર કરાયું હતું. અહીં 50 ટકા વિસ્તારમાં તો ચેરના રોપા વાવ્યા ન હતા. જેના પૈસા બારોબાર ભ્રષ્ટાચારમાં જતાં રહ્યાં હોવાનો આરોપ છે.
જ્યાં ચેરના વૃક્ષો વાવેલા નથી ત્યા ફરીથી વાવેતર કરવા માટે આદેશ સરકારે આપ્યો હતો.
તેનું વાવેતર પણ જોષીએ કરાવવાની તસદી લીધી ન હતી. વર્લ્ડ બેંકને અંધારામાં રાખી કોન્ટ્રાક્ટરોને લ્હાણી કરાવાઈ હતી. જે ઠેકેદારોને કામ આપ્યું હતું તેને છાવરવામાં આવી રહ્યા છે.
ગુજરાત ઈકોલોજી કમિશનના ગોટાળો બહાર ન આવે તે માટે નિશ્ચલ જોષીને ગાંધીનગરથી ખસેડીને કચ્છની ગાઈડ – ડેઝર્ટ ઈકોલોજી સંસ્થામાં મોકલવામાં આવ્યા હતા. જે સંસ્થાએ નિશ્ચલ જોષી સામે તપાસ કરી તે સંસ્થામાં જ તેમની નિમણુંક કરીને બધું દબાવવા પ્રયાસ કરાયો હતો.
રૂ.411 કરોડના યોજનામાં ત્રીજા પક્ષ દ્વારા તપાસ કરાવાઈ નથી. જો તે તપાસ કરાવાઈ હોત તો એ સંસ્થાની જવાબદારી બની શકે તેમ હતી.
નિશ્ચલ સામે 3 તપાસ ચાલી રહી છે. તેનાથી બચાવવા માટે સરકારે કચ્છમાં ખોટી રીતે નિયુક્તિ આપી છે.
તેથી મહેશસિંગે જે નિવૃત્ત થઈ ગયા છે, તેમણે નિશ્ચલને બચાવી લેવા પ્રયાસ કર્યા હતા. જો તેમ ન કરે તો મહેશસીંગ પોતે કેટલીક તપાસનો સામનો કરવો પડે તેમ હતો. તત્કાલિન સભ્ય સચિવ IFS મહેશસિંઘને વયનિવૃતિ સાથે જ સરકારે ચાર્જસીટ આપી હતી.
જીઈસીને ગામડાઓના સામાજિક-આર્થિક વિકાસ અને મેન્ગ્રોવ પુનઃસ્થાપન માટે ભાજપની નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીની સરકારે કામ આપ્યું હતું.
દરિયાકાંઠે મેન્ગ્રુવ પ્લાન્ટેશન, ઈકો વિલેજ, કેવડિયા કોલોની સ્થિત ન્યુટ્રેશન પાર્ક સહિતના અનેકવિધ પ્રોજેક્ટમાં કૌભાંડોથી વિવાદાસ્પદ રહેલા ગુજરાત ઈકોલોજી કમિશનના GECના ઈન્ચાર્જ ડાયરેક્ટર IFS ગંગાશરણસિંઘ સામે પણ તપાસ થઈ શકે છે.