Gujarat:ગુજરાતની રાજ્યમાં 224 GIDCમાં 65 હજાર ઉદ્યોગો છે. 18 લાખ લોકો કામ કરે છે. 30 કરોડ ચોરસ મિટર જમીન ઔદ્યોગિક વસાહતોમાં છે. જેમાં જમીનના પ્લોટ આપવાના ઘણાં કૌભાંડો બહાર આવતાં રહ્યાં છે. પણ ભરૂચના દહેજમાં છેલ્લાં 30 વર્ષમાં આવા 10 કૌભાંડો થયા છે. જે ભ્રષ્ટ રાજનેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની પોલ ખોલે એવા છે.
દહેજ જીઆઈડીસી ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે. 291 પ્લાટો છે. 6 લાખ 26 હજાર ચોરસ મિટર જમીન છે.
દહેજ જીઆઈડીસી ગુજરાતમાં ભરૂચ જિલ્લાના વાગરામાં 1682 હેક્ટર જમીનમાં આવેલું છે. દહેજ ગુજરાતના ખંભાતના અખાતના દરિયા કાંઠે ધમધમતું બંદર અને ઔદ્યોગિક કેન્દ્ર બની ગયું છે. 2011ની વસતી પ્રમાણે અહીં 14 હજાર લોકો રહેતા હતા. મોટા જહાજો લાંગરવા માટે સાનુકૂળ છે. દહેજ બંદર ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. દહેજ બંદર 5 હજાર એક્ટરમાં છે.
જમીન કૌભાંડ
ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના મળેલાં લોકોએ GIDCમાં રૂ. 2 હજાર કરોડનું કૌભાંડ થયું છે. શંકાસ્પદ અને રહસ્યમય રીતે લોકસભાની ચૂંટણી પહેલા ગોટાળો કરીને ઉદ્યોગોને જમીન આપવાનું શરૂ કર્યું હતું.
GIDC માં 2845 રૂપિયા પ્રતિ વારે ભાવ હતો. 2 હજારથી 10 હજાર વારનાં પ્લોટ માટે અરજી મંગાવી હતી. સેચ્યુરેટેડ જાહેર કરી હોવાથી ઉદ્યોગપતિઓને વધારે રૂપિયા આપી પ્લોટ ખરીદવા ન હતા. તેથી ઉદ્યોગકારો સાથે વાટાઘાટો અને વહિવટ કરી ભ્રષ્ટાચાર આચર્યો હતો. 25 લાખ ચોરસ મીટર જમીન વેચાણમાં કૌભાંડ થયું છે. 1500થી 2 હજાર કરોડનું નુકસાન સરકારને થયું છે.
10 હજાર રૂપિયા પ્રતિ ચોરસ મીટરના ભાવે પ્લોટની હરાજી કરવાને બદલે, GIDCએ રૂ. 2845 પ્રતિ ચોરસ મીટરના ભાવે પ્લોટ આપ્યા છે. 5 લાખ ચોરસ મીટરથી વધુ પ્લોટ ફાળવ્યા છે. આવી 20 લાખ ચોરસ મીટર જમીન આપવાની છે. જેનાથી રાજ્યની તિજોરીને રૂ. 2000 કરોડનું સીધું નુકસાન છે.
એપ્રિલ 2023 માં પ્લોટ વેચવા માટે અરજીઓ મંગાવી હતી. જૂનમાં તમામ અરજીઓ નામંજૂર કરાઈ હતી. એવો આદેશ જાહેર કર્યો કે જીઆઈડીસીમાં હવે જમીન નથી. ભરાઈ ગઈ છે. હકીકતમાં તો 20 લાખ મીટર જમીન ખાલી પડી હતી.
કોમ જવાબદાર
જીઆઈડીસીની વેબસાઈમાં પહેલા પાના પર જવાબદાર વ્યક્તિની તસવિરો અને હોદ્દા જાહેર કરાયા છે તે મુજબ જીઆઈડીસીમાં જે કંઈ નિર્ણય લેવાય છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપુત અને નાયબ ઉદ્યોગ પ્રધાન હર્ષ સંઘવી છે.
ખરેખર કિંમત 2023 માં આ જ વિસ્તારમાં અગ્રણી પેઇન્ટ ઉત્પાદક એશિયન પેઇન્ટ્સે પ્રતિ ચોરસ મીટર 7000 રૂપિયામાં પ્લોટ ખરીદ્યો હતો. મેઘમણીએ ચોરસ મીટર 8500 રૂપિયાના ભાવે જમીન ખરીદી હતી. અને અન્ય ચાર્જ આપીને પ્લોટ ખરીદ્યો હતો.
અધિકારીઓ સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કરવા માંગ કરી છે. સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ, ઈડી, આવકવેરા, સીબીઆઈ તપાસ કરે એવી માંગણી કરી છે.
વર્ષ 2022 માં ઝઘડિયા અને પાનોલી જીઆઈડીસીમાં રૂ. 1660 અને પાનોલીનો રૂ. 2180ના ભાવ સામે હરાજીથી રૂ. 6000થી 7500 મળ્યા હતા.
આ અંગે ભરૂચમાં તપાસ કરતાં ઘણી ચોંકાવનારી વિગતો મળી છે.
780 પ્લોટ ખાલી
10 મે 2021ના રોજ દહેજ અને સાયખા જીઆઇડીસીમાં 8 વર્ષથી ખાલી પડેલા પ્લોટો નવા ઉદ્યોગોને આપવા ઉદ્યોગ વિભાગને રજૂઆત કરી રહ્યા હતા. 2010માં બે એકમો હતા. 85 ઔદ્યોગિક એકમોને જમીન આપી છે. વર્ષ 2008થી 14 દરમિયાન ખરીદાયેલા 780 પ્લોટ ખાલી પડ્યા હતા. 7 વર્ષ સુધીમાં પ્લોટમાં ઉદ્યોગની સ્થાપના કરવાની હોય છે. તેમ ન થાય તો પ્લોટ પરત મેળવી શકાય છે.
ભરૂચમાં લડત ચલાવતાં લોકોના જણાવ્યા પ્રમાણે ઘણી ચોંકાવનારી વિગતો દહેજમાં આજ સુધી જે કંઈ જમીન કૌભાંડો થયા છે તેની ઘણી વિગતો બહાર આવી છે.
વાગરામાં 3 અધિકારીનું જમીન કૌભાંડ
અહીં 3 ગામોની જમીન લેવા ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા રૂ. 600 કરોડનું કૌભાંડ થયું હતું. ગામોમાંથી 1200 એકર જમીન સંપાદન કરાઈ હતી. વલસાડના ખેડૂતોએ સસ્તા ભાવે ખરીદીને ઊંચા ભાવે જીઆઈડીસીને આપી હતી.
તે સમયે જીઆઇડીસીના એમડી એમ થૈન્નારાસન, ઉદ્યોગ વિભાગમાં અધિક મુખ્ય સચિવ એમકે દાસ તથા ભરૂચ જીઆઇડીસીના જમીન સંપાદન અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર યાસ્મીન શેખ સામે આરોપો હતા.
ભરૂચ જીઆઈડીસીનાં જમીન સંપાદન અધિકારી ડેપ્યુટી કલેકટર યાસ્મીન શેખ દ્રારા 1600 એકરમાંથી 1200 એકર જમીન ભૂમાફિયા પ્રવૃત્તિથી જિલ્લા બહારના બોગસ ખેડૂતોનાં ખાતામાં પૈસા કર્યા હતા. જેણે આ જમીન જોઈ પણ નથી.
મૃત્યુ પામેલા 11 આદિવાસી ખેડૂતોની 50 એકર જમીનના દસ્તાવેજો કરાવી લીધા હતા. ભાજપના સાંસદે પર્દાફાશ કર્યો છતાં કોઈ પગલાં લેવાયા ન હતા.
પહેલું જમીન કૌભાંડ
દહેજમાં આઇપીસીએલ કંપનીના કર્મચારીઓ માટે મકાનો બનાવવા જમીન આપવા માટે 1997-98માં ભાજપની સરકાર હતી ત્યારે કૌભાંડ થયું હતું. જીઆઈડીસી દ્વારા સસ્તા ભાવે જમીન ખરીદ કરી આઇપીસીએલને રૂ. 350 કરોડમાં વેચી હતી. જેમાં સી.બી.આઇ.ની તપાસ 2018માં પૂરી થતાં બિલ્ડર જયંતિ પંચાલની ધરપકડ કરી હતી. 6 મહિના જેલમાં હતા.
કેમિકલ બંદર
બિરલા કોપર, આઇ.પી.સી.એલ.ની જેટી છે. ગુજરાત કેમિકલ પોર્ટ ટાર્મિનલ કંપનિ લિ.નું રસાયણ ટર્મિનલ છે. પેટ્રોનેટ એલ.એન.જી. લિ.નું કુદરતી ગેસ ટર્મિનલ છે. અહિં મુખ્યત્વે રાસાયણિક ખાતરો, ખડકીય ફોસ્ફેટ નેપ્થા, એમોનિયા, કોલસો, પ્રોપાયલિન, ઇથિલિન, તાંબુ, મિથેનોલ, પ્રોપેન અને કોપરેલની આયાત અને ફોસ્ફોરિક એસિડ તથા સોયાબિનની નિકાસ કરવામાં આવે છે.
મૂડી
ગુજરાત સરકારની કંપની દહેજ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન (સેઝ) લિમિટેડમાં 12 વર્ષમાં સેઝમાં મૂડીરોકાણ વધીને 42042 કરોડ રૂપિયા થયું છે. વડાપ્રધાન મનમોહન સીંગની કોંગ્રેસ સરકાર દ્વારા 2006માં નોટિફાઇડ જાહેર કરવામાં આવેલું હતું.
પ્રત્યક્ષ 7500 લોકોને નોકરી મળી છે. 5.5 કરોડના મૂડી રોકાણે 1 વ્યક્તિને નોકરી મળે છે, બે વ્યક્તિને આડકરતી રોજગારી મળે છે. પરોક્ષ 9000 લોકોને રોજગારી મળી છે. સેઝમાં અત્યાર સુધીમાં 60 એકમો કાર્યરત થયેલા છે. 25 પ્લોટ પર ઉદ્યોગો શરૂ થઈ શક્યા નથી. નિકાસ 84 કરોડ રૂપિયા હતી. 12 વર્ષ પછી આ સેઝમાં 8123 કરોડ રૂપિયાની નિકાસ થઇ રહી છે. સપ્ટેમ્બર 2020 સુધીમાં 4027 કરોડની નિકાસ થઇ છે. નિકાસ 10 હજાર કરોડ રૂપિયા થવાની સંભાવના છે.
14 એમઓયુ
ભરૂચ જિલ્લામાં પર્યાવરણનું ધ્યાન રાખવા 14 એમઓયુ કરાયા હતા. જેમાં અંકલેશ્વર ખાતે બાયોમેડિકલ વેસ્ટ અને ઝઘડિયા ખાતે હેઝાર્ડ્સ વેસ્ટ અને ઇ-વેસ્ટ કલેકશન સેન્ટ શરૂ કરવા બાબતના મહત્વના એમઓયુ થયાં હતાં. શું થયું એ અંગે ?
844 કંપનીઓ
2019માં ફરી એક વખત ભરૂચ જિલ્લામાં પાનોલી, અંકલેશ્વરમાંથી 844 કંપનીઓએ પ્રદૂષણ માટે રોકાણ કરવા માટે કરારો કર્યા હતા. ભરૂચ જિલ્લાના કૂલ 1482 ઉદ્યોગો વાયબ્રંટ ગુજરાતમાં ભાગ લેતા હતા. કેમીકલ ઉદ્યોગોમાં રોકણ કરવાના કરારો કરી રહ્યાં છે. જેમાં વાગરાના જ 403 ઉદ્યોગો છે.
રોયલ વોપક
ટેન્ક ઉત્પાદક કંપની રોયલ વોપક વચ્ચે દહેજમાં રૂ. ૧પ૦૦ કરોડના પ્રોજેકટ માટેના MoU કરવામાં આવ્યા હતા.
એશિયન પેઇન્ટ્સ
20 ફેબ્રુઆરી 2023માં એશિયન પેઇન્ટ્સે દહેજમાં ગુજરાત સરકાર સાથે રૂ. 100 કરોડના એમઓયુ કર્યા હતા. ત્રણ વર્ષના સમયગાળામાં ₹2,100 કરોડનું રોકાણ થવાનું હતું. વાર્ષિક VAE માટે 100,000 ટન અને VAE માટે વાર્ષિક 150,000 ટન હશે.
નિયોજન
22 માર્ચ, 2023ના રોજ દહેજમાં લિથિયમ-આયન બેટરી મટિરિયલ પ્રોજેક્ટ માટે નિયોજન કેમિકલ્સે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
હવે બલ્ક ડ્રગ પાર્ક
ભરૂચ જિલ્લાના જંબુસરમાં 1 હજાર એકર જમીનમાં રૂ. 11 હજાર કરોડનો બલ્ક ડ્રગ પાર્ક બનવાનો છે.
કેમિકલ હોનારત
દહેજમાં સૌથી વધુ કેમિકલ ઉદ્યોગો સ્થપાયા છે. ઘણા રાસાયણિક કારખાનાઓ જ્વલનશિલ પદાર્થો વાપરે છે અને ઉત્પાદન કરે છે. કંપનીઓની બેદરકારીને કારણે આગ લાગતી રહે છે.
મેઘમણી હોનારત
મેઘમણી ફાઇનકેમ કંપનીની લોકસુનાવણી 8 માર્ચ 2018માં યોજવામાં આવી હતી. પાણી તેમજ કોલસી નો મુદ્દો છવાયો હતો. મેઘમણી ઓર્ગેનિક્સ લિ.માં જુલાઈ 2016માં એક ભીષણ આગ લાગી હતી. જેમાં કંપનીને 37 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. પ્લાન્ટમાં ઉત્પાદન બંધ કરાવી દેવામાં આવ્યુ હતુ. અગાઉ 1 માર્ચ 2019ના રોજ બ્લાસ્ય થયો હતો. આ કંપનીનો પાયો 1986માં સાણંદમાં નંખાયો હતો. જ્યાં ભયંકર પ્રદુષણ કરતાં હોવાથી તે ફેક્ટરી બંધ કરી દેવાઈ હતી.
સ્ટર્લિંગ કેમિકલ કંપનીમાં જાન્યુઆરી 2017માં આગ લાગી હતી. બાજુમાં આવેલાં અભેટા ગામને ખાલી કરાવવું પડ્યું હતું.
પર્યાવણની મંજૂરી
2018 થી 2022 સુધીમાં સ્થપાયેલા ઉદ્યોગોને પર્યાવરણીય મંજુરી મળી હતી. સીઈટીપીના ડ્રેનેજ કનેક્શનના પ્રતિ કિલોલિટરના રૂ.83 હજારનો ભાવ નક્કી કરાયો હતો. અનેક ઉધોગપતિઓ મહારાષ્ટ્ર,રાજસ્થાન જઈ રહ્યા છે.
ભરૂચ બીજુ ભોપાલ
ભરૂચ બીજું ભયાનક ભોપાલ બની શકે છે.
જીએનએફસીમાં 7700 મેટ્રિક ટન ટીડીઇ પ્રોડક્ટ વેચાયા વગર પડી રહ્યો છે. આ ઝેરી કેમિકલ્સના ફોસજીન ગેસથી 13 કર્મચારીઓને અસર થઇ હતી, 4 લોકોના મોત થયા હતા. આ જથ્થો લીક થાય તો આખુ ભરૂચ મોતના દરવાજે આવીને ઊભું રહી શકે તેમ છે. તેથી આ કારખાનાનો વિરોધ થઈ રહ્યો છે. દહેજ ટી.ડી.આઈ.પ્લાન્ટ નિષ્ફળ ગયો છે. દોઢ વર્ષ પહેલા ટીડીઆઇ પ્રિમિયમ પ્રોડક્ટ હતી. હવે ટીડીઆઇ વેચાતી નથી. ધડાકો થાય તો આખો વિસ્તાર નામશેષ થઇ જશે. ભાજપના 3 ધારાસભ્યો તેનો વિરોધ કરી ચૂક્યા છે. 67 હજાર ટન બનાવવની ક્ષમતા છે. અમેરિકાની ડુપોન્ટ કંપનીની ટેકનોલોજી છે. 2 હજારની વસતી ધરાવતા રહિયદ ગામના લોકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી પ્લાન્ટને બંધ કરી દેવાની માંગણી કરી હતી.
અદાણી
દહેજની કેટલીક કેમિકલ કંપની તેમજ વિલાયત GIDC માં આવેલી કેમિકલ કંપનીઓ દ્વારા કેમિકલ પ્રદૂષિત પાણી ખાડીઓમાં છોડી દેવામાં આવે છે. અદાણી સિમેન્ટ કંપની ગ્રાઇન્ડીંગ પ્લાન્ટ માટે પર્યાવરણીય લોકસુનાવણી યોજવામાં આવી હતી. સ્થાનિક રહીશોએ રોજગારી તથા પ્રદુષણને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતાં. કેમિકલ ઉદ્યોગોમાંથી ગેરકાયદેસર રીતે છોડવામાં આવતા પ્રદુષણ મિશ્રિત પાણીના કારણે સુવા તથા અંભેટા ગામના 7 ભેંસના મોત થયા હતાં.
નર્મદા નદીનું પતન
દરિયામાં ગંદા પાણીનો નિકાલ કરવાની છૂટ આપીને ગ્લેનમાર્કે (દહેજ)ને સાચવવામાં આવી છે. દહેજનાં જાગેશ્વર નજીક નર્મદા નદીમાં દહેજ અને વિલાયત જી.આઈ.ડી.સી.નું પ્રદુષિત પાણી ભળતાં અસંખ્ય માછલીનાં મોત 12 જૂન 2020ના રોજ થયા હતા. કેમિકલયુક્ત પાણીથી નર્મદા નદીમાં માછલીઓનાં મોત થઈ રહ્યા છે. જાગેશ્વર ગામ ખાતે નદી કિનારે અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં નર્મદા નદીના કિનારે મળી આવી હતી.
10 હજાર માછીમાર પરિવારો અને એટલા જ ખેડૂતોની આજીવિકા સીધી રીતે નષ્ટ થઇ રહી છે.
નર્મદા બંધ વિનાશ વેર્યો
સરદાર સરોવર ડેમ પછીની 161 કિમી લાંબી નદીની આસપાસના વિસ્તારોમાં પાણીની ગુણવતા, નદીની આસપાસના વિસ્તારના ભૂગર્ભજળ અને જીવ સૃષ્ટિને નુકસાન થયું છે. ભરૂચ પાસે નર્મદા નદીમાં હિલ્સા માછલીના પ્રજનનનું સમૃદ્ધ અને વિશેષ જીવનચક્ર હતું તે નષ્ટ થયું છે.
ગરુડેશ્વર ગામ સુધી નદીમાં દરિયાના પાણી ઘુસી આવે છે. પવિત્ર નદીનું પાણી ખારું થઈ ગયું છે, નર્મદા બારમાસી નદી હતી. હવે રહી નથી. નદી આસપાસના 210 ગામડા સામે જોખમ ઉભા થયા છે.
71 ગામોમાં પતન
જિલ્લામાં ભરૂચ, અંકલેશ્વર, પાનોલી, ઝઘડીયા, વાગરા, દહેજ, પાલેજ, આમોદ, જંબુસર, વાલિયા, વિલાયત, સાયખામાં જીઆઇડીસી આવેલી છે. જીઆઇડીસીઓને અડીને 71 ગામો આવેલાં છે. 71 ગામોના 35,000 કરતાં વધારે લોકો કંપનીઓની અસર હેઠળ રહેલાં છે. તમામ જીઆઇડીસીમાં બનતા અકસ્માતના બનાવો કંપનીમાં કામ કરતાં કામદારો ઉપરાંત ગામ લોકોને પણ અસર કરી શકે છે. દહેજમાં વધુ 11 ડાઇઝ ઈન્ટર મિડિયેટ માટે મજૂરી અપાતા જોખમી ઉદ્યોગોનો કુલ આંકડો 100 થઈ ગયો છે.
ટોરેન્ટ પાણી કૌભાંડ
દહેજ ઇન્ડસ્ટ્રીઝ સંગઠને ટોરેન્ટ કંપની પાસેથી નિયત ધારાધોરણોથી ઉપરવટ જઈ ટોરેન્ટ કંપની પાસેથી નાણા વસુલ્યા હતા. 2011થી 2013 દરમિયાન 25 એમ.જી.ડી. વોટર સપ્લાયની સ્કિમનો કોન્ટ્રાક્ટ લઈ નિયમ વિરૂદ્ધ જઈ કંપનીઓ પાસેથી નાણા વસુલી કરોડો રૂપિયાનું પાણી કૌભાંડ આચર્યું હતું. જે કોમર્સિયલ કોર્ટે 1.05 કરોડ વ્યાજ સાથે પરત ચૂકવવા હૂકમ કર્યો હતો.
કોલસા કૌભાંડ
દહેજથી અદાણીની ટ્રકમાં નીકળતા ઓસ્ટ્રેલિયન કોલસાને કાઢી લઈ માટી અને ફ્લાયએશ ભરી દેવાનું કૌભાંડ થયું હતું.
કોલસો અહીં સગેવગે કરાતો હતો. કેમિકલ માફિયાઓનું રૂ. 1.32 કરોડનું કેમિકલ કૌભાંડ પકડી પાડાવામાં આવ્યું હતું.
કેમિકલ કૌભાંડ
કેમિકલ ચોરી કૌભાંડમાં દહેજ પીઆઇ સસ્પેન્ડ થયા હતા. દહેજમાં વેલ્સપાન કંપની પાસે આવેલી માલવા પંજાબ હોટલ ખાતે ગેરકાયદે કેમિકલ ચોરીનું કૌભાંડ ચાલતું હતું.
એબીજી શિપયાર્ડ કૌભાંડ
રૂ.7,000 કરોડ એમઓયુ એબીજી શિપયાર્ડ કંપની દ્વારા કરવામાં આવ્યું હતું. 2019માં આ કંપનીએ કેટલું રોકાણ કર્યું તે અંગે ઉદ્યોગ વિભાગ કંઈ કહેવા તૈયાર નથી.
એબીજી શિપયાર્ડ ભાડા કૌભાંડ
બંદર વિભાગે એબીજી શીપ યાર્ડ લિને ભરૂચ જિલ્લાના જાગેશ્વર ગામના દરિયાનો 900 મીટરનો વોટરફન્ટ અને તેની પાસેની 2 લાખ 68 હજાર ચો. મી. જમીન 2006માં 30 વર્ષના ભાડેથી જહાજો બાંધવા આપી હતી. વર્ષે રૂ. 96 લાખના ભાડેથી આપી હતી. જેનું જૂન 2013 સુધી રૂ. 2 કરોડ કરોડનું ભાડું વસુલ લેવાનું બાકી હતું.
દેશનું સૌથી મોટું કૌભાંડ
દેશનું સૌથી મોટું બેન્ક સ્કેમ ગુજરાતના દહેજ અને હજીરામાં આવેલી એબીજી શિપયાર્ડ કંપનીનું રૂ. 23000 કરોડનું બેન્ક કૌભાંડ થયું હતું. ઋષિ અગ્રવાલે SBI સહિતની 28 બેન્કો સાથે છેતરપિંડી કરી હતી.
જહાજ કૌભાંડ
દહેજ ઘોઘા રોરો ફેરી જહાજ માટે વોયેજ સિમ્ફની જહાજ 20 મિલિયન (રૂ.125 કરોડમાં) ખરીદ કરાયું હતું. જેમાં વારંવાર ખામી સર્જાતી હતી. જેમાં એક રાજનેતાએ મોટી લાંચ લઈને ખરાબ જહાજ ખરીદ કર્યું હોવાનું માનવામાં આવે છે.
આ પ્રોજેક્ટ પાછળ રૂ. 700 કરોડનો ખર્ચ ત્યારે થઈ ગયો હતો. તેના સ્થાને ઈન્ડિગો વન જહાજ ચલાવવામાં આવશે.
ઝીંગા જમીન કૌભાંડ
ફેબ્રુઆરી 2015માં જીંગા ઉછેર માટેના દરિયા કાંઠાની જમીન પર ગેરકાયદે તળાવોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું. 8,500 હેકટર જમીનમાં 1,200 તળાવ ખોદી નાંખવામાં આવ્યા હતાં. રૂ.9,000 કરોડનું જીંગા કૌભાંડ પછી તેમાં કોને સજા થઈ તે અંગે આજ સુધી સત્તાવાળાઓએ જાહેર કર્યું નથી.
સપ્ટેમ્બર 2017માં ભરૂચના હાંસોટ તાલુકાના વમલેશ્વર અને કતપોર ગામમાં ખેતીની જમીનમાં 96 ગેરકાયદે તળાવ બનાવી જીંગા ઉછેરનું કૌભાંડ થયું હતું.
આલીયાબેટમાં સરકારી જમીન પર બનાવી દેવામાં આવેલા 1,200થી વધારે તળાવ તોડી પડાયા હતા.
મીઠા કૌભાંડ
ભરૂચના હાંસોટ પાસે કતપોર ગામની 4572 એકર (18 ચોરસ કિલોમીટર) જમીન એશિયન સોલ્ટ પ્રા લી કંપનીને મીઠાઉધોગ માટે આપી દેવા માટે દબાણ થઈ રહ્યું છે.
ખેડૂતોની બરબાદી
દહેજ જીઆઈડીસી, બુલેટ ટ્રેન , ભાડભૂત બેરેજ, મુંબઈ એક્સપ્રેસ વે અને કોરીડોર એકસપ્રેસ વે યોજના કારણે ભરૂચના ખેડૂતો બરબાદ થયા છે.
સરકાર શું કહે છે?
રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલ અને ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે રાજ્યમાં 239 ઔદ્યોગિક વસાહતોમાં 70 હજાર ઉદ્યોગ છે. જી.આઈ.ડી.સી. નફાના હેતુ માટે સ્થપાયેલી સંસ્થા નથી. તેથી તેની સરખામણી પ્રાઈવેટ પાર્ક કે ડેવલપર્સ સાથે કરી શકાય નહીં. વસાહતમાં 90% કે તેથી વધુ પ્લોટોની ફાળવણી ધ્યાને લઇ સંપૂર્ણ વસાહતને સેચ્યુરેટેડ વસાહત જાહેર કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 161 વસાહતો સેચ્યુરેટેડ જાહેર કરવામાં આવેલી છે.
દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતોમાં કેમિકલ તેમ જ એન્જિનિયરિંગ ઝોન આવેલા છે. કેમિકલ ઝોનમાં 90 ટકા પ્લોટો વેચાયા હોવાથી સેચ્યુરેટેડ ઝોન જાહેર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ ત્યારબાદ ખબર પડી કે 90 ટકા વેચાયા નથી.
તેથી અનસેચ્યુરેટેડ જાહેર કરી. ત્યારબાદ આજ સુધી સાયખામાં કોઈ ઉદ્યોગોને જમીનની ફાળવણી કરવામાં આવી નથી. જમીન ફાળવીને સરકારને કરોડો રૂપિયાનું આર્થિક નુકસાન કરવાનો જે આક્ષેપ થયો છે તે તદ્દન પાયાવિહોણો અને કાલ્પનિક છે.