Gujarat: દિયોદર લાખણી તાલુકાના લવાણા ચાળવા અછવાડીયા મકડાલા રાટીલા વિગેરે ગામોમાં ભુગર્ભ જળ ઉંડા ગયાં છે. 1200 ફુટ નાં બોર બનાવવા છતાં પાણી નથી.
સિંચાઈ માટે લવાણાથી થરાદ તાલુકાના ડેલ ગામ સુધી પાઈપ લાઈન દ્વારા નર્મદાની નહેરનું પાણી પોતાના ખર્ચે મજબુર થયાં છે.
પાઈપલાઈન લાવવા નો અંદાજીત ખર્ચ લગભગ 50 લાખ થી 60 લાખ રૂપિયા જેટલો આવે છે. ગરીબ ખેડૂતો પાઈપલાઈન દ્વારા પાણી લાવી શકતાં નથી. તેમ છતાં ભૂપેન્દ્ર સરકાર ઘોર નિદ્રામાં હોય એવું લાગે છે.
વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દિયોદર લાખણી ધાનેરા નાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવાનું વચન આપ્યું હતું. તેમ છતાં હજુ સુધી કામ થયું નથી.
સુજલામ સુફલામ્ નહેર ચાલુ હતી તે ભાજપના ગંદા રાજકારણનો ભોગ બની છે. સુજલામ સુફલામ્ નહેરમાં પાણી બંધ કરવામાં આવ્યું છે.
સુફલામ્ કેનાલ 24 કલાક ચાલું રહી શકે છે. દિયોદર લાખણી ધાનેરા થરાદનાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી શકે છે. પરંતુ સરકાર અને નેતાઓ રાજકારણ કરીને નહેરનો ઉપયોગ મત લેવા માટે કરે છે.
નહેરને બંધ કરીને એક બીજા નેતાઓ ને હરાવવા માટે ઉપયોગ કરે છે.
નહેર ચાલુ બંધ કરીને ખેડૂતોને હેરાન કરી રહ્યા છે.
સુજલામ સુફલામ્ નહેરમાંથી પેટા નહેર બનાવી દરેક ખેડૂતોનાં ખેતર સુધી પાણી પહોંચતું કરી શકાય તેમ છે.
કમાન્ડ વિસ્તારમાં લાવી પીયત મંડળીઓ બનાવી પાણી પૂરું પાડી શકે છે.
નર્મદા નદીનો બંધ છલકાઈને લાખો એકર ફુટ પાણી દરિયામાં ફેંકી દે છે. છતાં ખેડૂતોને ખેતી કરવા પાણી આપવામાં આવતું નથી.
દિયોદર તાલુકાને લાખણી તાલુકાના ગામોને જાણી જોઈને નર્મદાના પાણીથી વંચિત રાખવામાં આવે છે.