Asaduddin Owaisi: AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ RSS પર નિશાન સાધતા કહ્યું કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ મુસ્લિમો પાસેથી બદલો લેવામાં આવી રહ્યો છે.
ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના ચીફ અસદુદ્દીન ઓવૈસીએ RSS પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે ચૂંટણી પરિણામો બાદ દેશના ઘણા ભાગોમાં મુસ્લિમો પર હુમલા વધી ગયા છે.
चुनाव के नतीजों के बाद मुल्क के कई हिस्सों में मुसलमानों पर हमलों के वाक़ि'आत बढ़ रहे हैं।
उत्तर प्रदेश में 2 मौलानाओं का क़त्ल कर दिया गया, अकबरनगर में मुसलमानों के घर पर बुलडोज़र चला दिया गया, छत्तीसगढ़ में दो मुसलमानों को Lynch कर दिया गया।
क्या संघ परिवार मुसलमानों से बदला…
— Asaduddin Owaisi (@asadowaisi) June 13, 2024
હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, “ચૂંટણીના પરિણામો પછી, દેશના ઘણા ભાગોમાં મુસ્લિમો પર હુમલાના મામલા વધી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં, બે મૌલાનાઓની હત્યા કરવામાં આવી હતી, અકબરનગરમાં મુસ્લિમોના ઘરોને બુલડોઝ કરવામાં આવ્યા હતા અને છત્તીસગઢમાં બે મુસ્લિમોની હત્યા કરવામાં આવી હતી. શું સંઘ પરિવાર મુસ્લિમો પાસેથી બદલો લઈ રહ્યો છે?
શું છે મામલો?
હાલમાં જ ઉત્તર પ્રદેશના મુરાદાબાદના કટઘરના ભૈંસિયા ગામમાં આવેલી મોટી મસ્જિદના ઈમામ અને મૌલાના અકરમની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તે જ સમયે, પ્રતાપગઢમાં પણ શનિવારે (8 જૂન) મૌલાના ફારૂકની હત્યા કરવામાં આવી હતી.