T20 World Cup 2024ની 25મી મેચમાં ટીમ ઈન્ડિયાએ અમેરિકાને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય કર્યું છે. ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાની આ સતત ત્રીજી જીત હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ સુપર-8માં ઓસ્ટ્રેલિયા સામેની મેચનો નિર્ણય કરી લીધો છે. જોકે, ભારતીય ટીમ સુપર-8ની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા (IND vs AUS) સામે રમશે. તે પહેલા રોહિત બ્રિગેડ સુપર-8માં વધુ બે મેચ રમશે. 2024 T20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લઈ રહી છે, જેને ચાર ગ્રુપમાં વહેંચવામાં આવી છે.
દરેક ગ્રુપની ટોપ-2 ટીમ સુપર-8 માટે ક્વોલિફાય થશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ-Aમાં હાજર છે. ગ્રુપ-એની ટીમ ઈન્ડિયા સુપર-8ની પ્રથમ મેચ ગ્રુપ-સીની નંબર વન ટીમ સાથે રમશે અને ત્યારબાદ મેન ઇન બ્લુનો બીજો મુકાબલો ગ્રુપ ડીની નંબર બે ટીમ સાથે થશે. ત્યારબાદ સુપર-8માં ટીમ ઈન્ડિયા તેની છેલ્લી મેચ ઓસ્ટ્રેલિયા સામે 24 જૂને સેન્ટ લુસિયાના ડેરેન સેમી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમશે.