લોકરક્ષક ભરતીનું પેપર કેન્દ્રના રાજ્યકક્ષાના મંત્રી હરિભાઈ ચૌધરીના ગામ જગાણાથી લીક થયું હતું. ભૂતકાળમાં પણ બનાસકાંઠામાંથી પોલીસ ભરતી દરમિયાન ચૌધરી સમાજના ૧૮થી ૨૦ એક સાથે પસંદગી હતા અનેક આક્ષેપો થયા હતા.
જેમાં ભાજપના બનાસકાંઠા મંત્રી દ્વારા કૌભાંડ આચરીને ચૌધરી સમાજના ઉમેદવારોની ભરતી કરાયાનો આક્ષેપ થયો હતો. ઉપરાંત મીના પહેલા લેવાયેલી ટેટની પરીક્ષાનું પેપર પણ લીક થયું હતું. જેની પરીક્ષા હજુ પણ લઈ શકાય નથી.આ સિવાય છેલ્લા એક્સિડન્ટમાં લેવાયેલી સરકારના વિવિધ ભાગોની ભરતીની પરીક્ષા અને પ્રક્રિયામાં મોટાભાઈ ગેરરીતી થયાની ફરિયાદો થઇ હતી.
ભૂતકાળમાં તલાટીની ભરતીમાં પણ ચંપાવત પ્રકરણ બહાર આવ્યુ ત્યારે ઉત્તર ગુજરાતના જ કેટલાક ભાજપના આગેવાનો અને નેતાઓની સંડોવણી બહાર આવી હતી. આવી રીતે ફરીથી પોલીસની ભરતીમાં પણ ઉત્તર ગુજરાતના ભાજપના આગેવાનોના નામો બહાર આવતા તેમજ તેની પાછળ ભાજપનું કોઈ મોટું માથું હોવાની શક્યતા છે.