ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલે એ યુવાનો, ખેડૂતો અને દેશપ્રેમ અંગે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે હું કોઈ રાજનેતા નથી પરંતુ મારા સમાજ સેવાના કાર્યને રાજકારણ સાથે જોડવામાં આવે છે. તો હા હું રાજનીતિ કરું છું. મારો હેતુ માત્ર યુવા, ખેડૂત અને દેશપ્રેમ છે. હું ઈચ્છું છું કે હિંદુસ્તાનનો યુવાન બેરોજગાર ના રહે, ખેડૂત આત્મહત્યા ના કરે. તેમજ મારો દેશ ગાંધી, નહેરુ અને ભગતસિંહની વિચારધારા પર આગળ વધે. જો મારા આ કાર્યમાં કોઈ અડચણ ઉભી કરશે તો ગાંધી બનીને સમજાવીશ પરંતુ નહીં સમજાવું તો ભગતસિંહ બનીને સમજાવીશ . ઇન્કલાબ જિંદાબાદ
આ અગાઉ પણ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સમાજ અને ગુજરાતની આવનારી પેઢી સન્માન સાથે જીવી શકે એ માટેની આ લડાઈ છે.પાટીદાર યુવાનો ની શહીદી અને મહિલાઓ પર નો અત્યાચાર નથી ભૂલ્યા.ખુમારી અને ખુદ્દારી થી લડાઈ વધુ મજબૂત બનાવીશું.
આ ઉપરાંત હાર્દિક પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં તમામ તાલુકા અને જિલ્લા કન્વીનરો સમિતિ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ નામ પણ મંગાવવામાં આવી રહ્યા છે. ટૂંક સમયમાં ૧૮૨ આંદોલનકારી ની સમિતિ બનાવવામાં આવશે.અમુક કહેવાતા હોદ્દેદારો આંદોલન અને સમિતિ તોડવા માટે ના પ્રયાશો કરી રહ્યા છે.પાટીદાર આંદોલન નો એક જ હેતુ અને ઉદ્દેશ છે એ પાટીદાર સમાજ ને અનામત અપાવાનો.આપ સૌ લોકોને વિનંતી છે કે કોઈની વાતોમાં આવીને સંગઠન તોડવું નહિ. હું કોઈને ટિકિટ અપાવા માટે આંદોલન નથી કરતો.હું સમાજસેવા કરું છું