લોકરક્ષકની ભરતીનું પેપર લીક થતાં સોશિયલ મીડિયામાં કોલાહોલ મચી ગયો હતો. યુવાનો આક્રોશે ભરાયા હતા અને સોસિયલ મીડિયામાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. જેમાં એક મેસેજ એવો હતો કે ‘સરકારનો વર્લ્ડ રેકોર્ડ એક સાથે એક જ કલાકમાં ગાળો ખાનારી ઇતિહાસની પ્રથમ સરકાર’, ‘એક વાર પ્લમ્બરની ભરતી રાખો એટલે પેપર લીકની ખબર પડે’ આ સહિત ઢગલો કોમેન્ટ ફરતી હતી. રાજકીય ગ્રૂપમાં પણ કોમેન્ટો જોવા મળી હતી.જુઓ સોસઇયલ મીડિયા પરના મેસેજ.
પહેલા ગુજરાતનો વિકાસ ગાંડો થયો હતો હવે લીક થઇ ગયો છે.
* સરકારનો વર્લ્ડ રેકોર્ડ, એક કલાક નવ લાખ ગાળો ખાનાર સૌ પ્રથમ સરકાર
* પેપર કાચનું હતું એટલે ફૂટી ગયું, મોદીજી હવે સ્ટીલનું પેપર લાવશે
* પોલીસ બનવા નીકળેલા બેરોજગારોએ છેવટે પોલીસનો જ માર ખાધો, ઠેરઠેર લાઠીચાર્જ અને લાફાવાળી.
* ગુજરાતનું વ્યાપમ કૌભાંડ એટલે પેપર ફૂટવાનો ક્રમ
* લોકરક્ષકની ભરતી પહેલા પેપર રક્ષકની ભરતી કરાય
* પેપર છે કે પાઇપ લાઇન વારંવાર લીક થાય છે
* આજે કોઇએ પણ અડપલાં કરવા નહીં, આખા ગુજરાતમાં નવ લાખ જેટલા ભડકેલા કોન્સ્ટેબલો ફરે છે
* પેપર નથી ફૂટ્યું, ગુજરાતના યુવાનોનું નસીબ ફૂટ્યું છે.
* આઠ લાખ મૂરતિયાની જાન શાળાના ગેટથી પરણ્યા વગર જ પાછી ફરી, સરકારે છેતર્યા, કારણકે લગ્ન પહેલાં જ પોલીસની દુલ્હન ભાગી ગઇ.