આજ રોજ લોકરક્ષકની ભરતીની પરીક્ષાનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી. પોલીસ બનવા નીકળેલા બેરોજગારોએ પોલીસના હાથે માર ખાવાનો વારો આવ્યો હતો. રાજ્યમાં ઠેરઠેર તેમને લાફાવાળી અને લાઠીચાર્જનો સામનો કરવો પડ્યો હતો.
પાલનપુરમાં પરીક્ષા રદ્દ થતાં વિરોધ કરનાર વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો તેમજ ગાંધીનગરમાં પોલીસે દોડાવી દોડાવીને ઉમેદવારોને માર્યા હતા. આજ રોડ પરીક્ષા આપવા આવેલા યુવાનોમાંથી કોઈ ઉધાર લઈને આવ્યું હતું તો કોઈ ખેતી કરીને પોતાના મહેનતના પૈસા કમાઈ પરીક્ષાની તૈયારી કરી જોબ મેળવવાની આશાએ આવ્યા હતા. આ ભવિષ્યના પોલીસો પર આજના પોલીસોએ લાફાવાળી કરી તેમને ત્યાંથી ભગાડી મુક્યા હતા.