રાજ્યમાં ખેડૂતોની આત્મહત્યાના બનાવો વધી ગયા છે. ત્યારે અમરેલીના કાચરડી ગામમાં સવારે એક ખેડૂતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું. ગામના નિવાસી બાવચન્દભાઈ વસાણીનો એકના એક પુત્ર કમલેશ પાક નિષ્ફળ જશે તે ડરના કારણે અને આર્થિક સ્થિતિ કથળી જવાથી ટ્રેનની નીચે કૂદકો મારીને આપઘાત કરી દીધો. કમલેશે આત્મહત્યા કરતા ગામમાં ગમગીની છવાઈ ગઈ છે તેમજ પોતાનો એકનો એક પુત્ર આત્મહત્યા કરતા પરિવારના સભ્યો નિરાધાર બની ગયા છે. કમલેશને એક નાનો બાળક પણ છે જેને નાની ઉંમરમાં જ પિતાનો છાયો ગુમાવ્યો છે. એકનો એક પુત્ર આપઘાત કરતા પરિવાર પર આભ તૂટી પડ્યું છે.
પરિવારનું ગુજારન ચલાવનાર એકના એક પુત્રએ અચાનક આપઘાત કરીને દુનિયાને અલવીદા કહી દેતા માતા-પિતા, પત્ની અને બાળક નિરાધર બની ગયા છે. આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. જો કે, મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લાના ત્રણ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે જેમાં આ તાલુકાનો પણ સમાવેશ થાય છે. ગામના સરપંચે જણાવ્યું કે આ વર્ષે ચોમાસામાં સિઝનનો કુલ વરસાદના માત્ર 3 ઈંચ વરસાદ જ પડ્યો છે. ઓછા વરસાદને કારણે આ વર્ષે પાણીની અછતના લીધે પાક નિષ્ફળ થવાને લીધે ખેડૂતો આપધાત કરી રહ્યાં છે અને આગળ વધારે ખેડૂતો આવું પગલું ના ભરે તે માટે સરકારે યોગ્ય પગલા લેવા જોઈએ.
ખેડુતો માટે મોટીમસ જાહેરાતો કરનારી સરકાર અમલવારી કરવામા નિષ્ફળ નિવડી છે તેવો આક્ષેપ વિપક્ષનેતા પરેશ ધાનાણીએ કરી મ્રુત્યુના આકડાઓ આપતા જણાવ્યુ કે પ્રથમ જુન 2018 થી 30 ઓક્ટોમ્બર 2018 સુધીમા 140 જેટલા લોકોએ આત્મહત્યા કરી છે, જેમા 100 કરતા વધારે લોકો ખેતી સાથે સંબધિત હતા. ત્યારે સરકાર ખેડુતને જીવાડવા નક્કર મહેનત કરે તેવી રાજ્ય સરકારને વિનંતિ કરવામા આવી છે