ઉનામાં 2 દિવસ પહેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા 3 યુવાનોના પરિવારજનોએ ડોકટરને માર મારી તોડફોડ કરી હતી. જે મામલે ડોક્ટરે ઇમરજન્સી સેવાઓ બંધ કરી છે. ઊનાના તમામ ડોકટરો દ્વારા આ ઘટનાના વિરોધમાં અને તોડફોડ કરનાર ટોળા વિરુદ્ધ કાર્યવાહી ન થાય ત્યાં સુધી ઇમરજન્સી સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.
