Tapi: સાયન્સ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલ, ગોગા મહારાજ મંદિર અને સોનગઢ સ્મશાન ભૂમિ પર કાર્યક્રમ યોજાયો.
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજરોજ સોનગઢના સાર્વજનિક હાઇસ્કુલ સાયન્સ વિભાગમાં વિદ્યાર્થી અને શિક્ષકો દ્વારા તો ગોગા મહારાજના મંદિરે ભરવાડ સમાજ કપોડ સમાજ દ્વારા અને, સોનગઢ સ્મશાન ભૂમિ પર પ્રકૃતિ પ્રેમીઓ દ્વારા ઉપચારો પણ કાર્યક્રમ યોજાયો હતો.
આજે સતત વધી રહેલ ગરમી અને ગ્લોબલ વોર્મિંગના નું જો કોઈ મુખ્ય કારણ હોય તો તે છે
જંગલો અને વૃક્ષોની ઘટી રહેલી સંખ્યા.માનવી પોતાના સ્વાર્થ માટે આડેદર વૃક્ષો કાપી રહ્યો છે.અને એનું પરિણામ જોઈ શકાય છે કે ધીરે ધીરે પૃથ્વી અગન ગોળામાં પરિવર્તિત થઈ રહી છે.આજે આ ધરતીને કરોડો વૃક્ષોની જરૂર છે.અને જો આ વૃક્ષો નહીં રોકવામાં આવ્યા તો આવનાર દિવસમાં વધી રહેલ તાપમાન થી માનવીનું અને પ્રાણી સૃષ્ટિનું જીવવું મુશ્કેલ થઈ જશે.
ત્યારે આજે પાંચમી જૂને સોનગઢના પ્રકૃતિ પ્રેમીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણને હર્યું ભર્યું બનાવવાના સંકલ્પ સાથે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવી.જેમાં સાયન્સ વિભાગ સાર્વજનિક હાઈસ્કૂલ સોનગઢ.માં વિદ્યાર્થીઓને શિક્ષકોકો દ્વારા તો સોનગઢ સ્મશાન ભૂમિ પર અગ્રવાલ સમાજ ,સામાજિક વનીકરણ વિભાગ સોનગઢ ના સહયોગથી સ્મશાન ભૂમિના ટ્રસ્ટીઓએ વૃક્ષારોપણ કર્યું.અને અહીં વૃક્ષોની જાળવણી કરનાર બહેનને રાશનની કીટ પણ આપી.
જ્યારે સોનગઢના રમણીય સ્થળ એવા ગોગા બાપાના મંદિરે ભરવાડ સમાજ અને કપૂર સમાજ મહિલા મંડળ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
આ કાર્યક્રમમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી સમાજ નાગરાણી સાથે સોનગઢ ડેપો મેનેજર, પૂર્વ નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ,અગ્રવાલ સમાજના પ્રમુખ કૈલાશભાઈ સાથે મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ,અને ધાર્મિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.વૃક્ષારોપણ કરીને એને ભૂલી ન જઈએ પરંતુ પાંચ ઘરના દરેક સદસ્યના નામે એક એક વૃક્ષો રોપીએ અને એને મોટા કરવાના સંકલ્પ લઈએ.ચાલો વૃક્ષારોપણ કરીએ અને પૃથ્વીને હરી ભરી રળિયામણી બનાવીએ.