CBIના ડાયરેક્ટર અલોક વર્મા અને જોઈન્ટ ડાયરેક્ટર એ.કે.શર્માને બુધવારે દિલ્હી હાઈકોર્ટ દ્વારા સીવીસીના ઑફિસમાં તપાસ કરવાની મંજૂરી આપવામાં આવી હતી. સીવીસી પાસે CBIના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સામે એફઆઈઆર સંબંધિત કેસની ફાઇલ છે.
ન્યાયમૂર્તિ નજમી વાજીરીએ ગુરુવારે આલોક વર્માને સેન્ટ્રલ વિજિલન્સ કમિશનની ઑફિસમાં જવા માટે મંજુરી આપી હતી.રાકેશ અસ્થાનાની વિરુદ્વ લાંચ લેવાની એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે. દિલ્હી કોર્ટે સાતમી ડિસેમ્બર સુધી અસ્થાનાની વિરુદ્વ કાર્યવાહી કરવા પર બ્રેક મારી સ્ટેટ્સક્વો જાળવી રાખવાનો આદેશ કર્યો હતો. કોર્ટમાં સીલબંધ કવરમાં પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા.
દિલ્હી કોર્ટે અસ્થાના, કુમાર અને મધ્યસ્થી મનોજ પ્રસાદની જુદી જુદી અરજીઓ સાંભળી હતી, જેના વિરુદ્ધ એફઆઈઆર રદ કરવાની માગણી કરવામાં આવી હતી.અગાઉની સુનાવણીમાં, શર્માના વકીલે કહ્યું હતું કે રાકેશ અસ્થાના સામે પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા અને સીલબંઘ કવરમાં કોર્ટ સમક્ષ રજૂ કરાયા હતા.19 મી નવેમ્બરના રોજ, સીબીઆઈના ડાયરેક્ટર અલોક કુમાર વર્મા અંગે સીવીસીનો પ્રાથમિક તપાસ રિપોર્ટ પરના સીલબંધ કવરમાં કોર્ટમાં મૂકવામાં આવ્યો હતો.
ભ્રષ્ટાચારના આરોપોના તારણો અંગેના આલોક વર્માએ જવાબ રજૂ કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી હતી. સર્વોચ્ચ અદાલતે 16 નવેમ્બરના રોજ વર્માને જવાબ ફાઇલ કરવા કહ્યું હતું. અગાઉ, સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે સીવીસીએ આલોક વર્મા સામેના ભ્રષ્ટાચારના આરોપો અંગેની તેની તપાસમાં કેટલાક “અણધાર્યા” તારણો કર્યા છે અને કેટલાક ચાર્જિસમાં વધુ તપાસની માંગ કરી છે જે વધુ સમયની જરૂર છે, તેમાં કેટલાક “ખૂબ પ્રશંસાત્મક” નિષ્કર્ષ પણ હતા.
આલોક વર્મા તથા સીબીઆઈના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના સાથેના તેમના સંઘર્ષ બાદ બન્નેને કેન્દ્ર સરકાર દ્વારા રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારના નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો.