Lok Sabha Election Result : કંગના રનૌત મંડી સીટ પર કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ સામે ચૂંટણી લડી રહી છે. રાજ્યની ચારેય લોકસભા બેઠકો પર ભાજપ આગળ છે.
હિમાચલ પ્રદેશની ચાર લોકસભા સીટો માટે મતગણતરી ચાલી રહી છે. સવારે 8.15 વાગ્યે આવેલા પ્રથમ ટ્રેન્ડમાં મંડી લોકસભા સીટ પરથી બીજેપી ઉમેદવાર કંગના રનૌત પાછળ રહી હતી. જો કે, 8.30 વાગ્યે આંકડા બદલાયા અને કંગના રનૌત આગળ વધી. આ સીટ પર તેમનો મુકાબલો કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ સાથે છે. કંગના રનૌત સતત આગળ વધી રહી છે.
સવારે 10.15 વાગ્યા સુધીના આંકડા મુજબ કંગના રનૌત મંડીથી 16 હજાર 100 વોટથી આગળ છે. સુરેશ કશ્યપ શિમલાથી 24 હજાર 248 વોટથી આગળ છે. અનુરાગ ઠાકુર હમીરપુરથી 44 હજાર 490 વોટથી આગળ છે. રાજીવ ભારદ્વાજ કાંગડાથી 62 હજાર 829 મતોથી આગળ છે.
ટ્રેન્ડ પર વિક્રમાદિત્ય સિંહે કહ્યું કે પરિણામ સારા આવશે, મત ગણતરી શરૂ થઈ છે. બધુ સારું રહેશે, એક્ઝિટ પોલ મીડિયા દ્વારા કરવામાં આવ્યા હતા, તેથી તેમાં કોઈ પ્રમાણિકતા નથી, આજનો નિર્ણય હિમાચલ પ્રદેશનો હશે.
હિમાચલ પ્રદેશમાં લોકસભાની ચાર બેઠકો સાથે 6 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં 1 જૂને થયેલા મતદાનમાં હમીરપુરમાં 71.56 ટકા, કાંગડામાં 67.89 ટકા, મંડીમાં 73.15 ટકા અને શિમલામાં 71.26 ટકા મતદાન થયું હતું.