સુરતમાં હાલમાં જ દિવાળીનું વેકેશન પૂરુ થયું છે, વેપારીઓ વિધિવત રીતે ફરી ધંધામાં લાગી ગયા છે. પરંતુ શરૂઆતમાં જ એક માઠા સમાચાર આવતાં સુરતની હીરા બજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વેપારીઓની ચર્ચા પ્રમાણે દુબઇ સ્થિત એક હીરા વેપારીએ 35 કરોડનું ઉઠામણું કર્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે દુબઇમાં હીરાનો વેપાર કરનાર એક જૈન વેપારીએ ઉઠામણું કરતાં સુરતના વેપારીઓ મૂંજાયા છે. દુબઇ રહેતો વેપારી મુંબઇ અને સુરતના વેપારીઓ પાસેથી હીરા ખરીદતો હતો, આ વેપારીએ 35 કરોડમાં ઉઠમણું કર્યાની ચર્ચા થઇ રહી છે. તો ઉઠમણાની જાણ થતાં જ સુરત અને મુંબઇ હીરા બજારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.