સુરતના એક વ્યક્તિનો દસ્તાવેજ જોઇને તમે બે ઘડી દંગ રહી જશો. મિલ્કત ખરીદી અને તે પણ પોતાના નામે દસ્તાવેજ કરાવવો તેનો આનંદ કંઇક અલગ હોય છે. ત્યારે સુરતમાં દસ્તાવેજનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો પ્રયાસ થયો છે.
સુરતમાં સૌ પ્રથમ વખત ચાંદીના દસ્તાવેજની નોંધણી થશે. વેસુના એડવોકેટ અરુણ લાહોટી આ નોંધણી કરાવશે. નાનપુરા બહુમાળી બિલ્ડીંગમાં તેની નોંધણી કરવામાં આવશે. તેમાં 2.600 ગ્રામ ચાંદી અને 10 ગ્રામ સોનું છે.જેથી કુલ મળી રૂ 1.81 લાખનો દસ્તાવેજ થશે. આ દસ્તાવેજ બનાવમાં 4 મહિનાનો સમય લાગ્યો છે. તેમજ દસ્તાવેજમાં 200 અમેરિકન ડાયમંડ પણ લગાવામાં આવ્યા છે.
સુરતના વેસુ વિસ્તારમા રહેતા રીટા ચાંદકએ રીંગરોડ વિસ્તારમા દુકાન ખરીદી હતી. આ દુકાનનો દસ્તાવેજ તેમને એડવોકેટ ડો.અરુણ લાહોટીને કરાવવા આપ્યો હતો. જો કે રીટાબેન ધનીક હોવા ઉપરાંત ભારતીય સંસ્કૃતિની કલાકૃત્રિ જળવાય રહે તે ઉદ્રેશથી તેમને આ દસ્તાવેજ ચાંદીમાં કરાવવા માટે જણાવ્યુ હતુ.