Mouni Roy: અભિનેત્રી મૌની રોયે તાજેતરમાં અરેબિક સિંગર ડિસ્ટિંક્ટ સાથે તેના નવા ટ્રેક ઝાલિમાના રિલીઝ પછી ઓનલાઈન ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ગીતે તેના આકર્ષક સૂર અને સુંદર દ્રશ્યો માટે ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું, ત્યારે વિડિયોમાં મૌનીની હાજરીએ સોશિયલ મીડિયા પર નકારાત્મક ટિપ્પણીઓનું મોજું ઉભું કર્યું હતું. ચાલો જાણીએ કે મૌનીના આ ગીતને લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે.
નેટીઝન્સે મૌનીને તેના દેખાવ માટે ટ્રોલ કરી અને મ્યુઝિક વીડિયોમાં તેના મોરોક્કન ડાન્સ મૂવ્સ માટે તેની ટીકા કરી. તેના દેખાવે પ્લાસ્ટિક સર્જરીની અફવાઓને પણ વેગ આપ્યો હતો. ઝાલિમા ગીત રિલીઝ થતાંની સાથે જ યુઝર્સે તેના મોરોક્કન ડાન્સ મૂવ્સની સરખામણી કરી અને કહ્યું કે મેકર્સ આ ગીતમાં અભિનેત્રી નોરા ફતેહી અથવા જેનિફર વિંગેટને કાસ્ટ કરી શકે છે.
મૌનીને તેના દેખાવ માટે પણ ટ્રોલ કરવામાં આવી હતી અને નેટીઝન્સે તેને મ્યુઝિક વિડિયોમાં ‘નન’ અને ‘પ્લાસ્ટિક’ કહ્યા હતા. એક યુઝરે લખ્યું, “નોરાને મૌની કરતા વધુ સારી રીતે કાસ્ટ કરવી જોઈએ.” જ્યારે બીજાએ ટિપ્પણી કરી: “બહુ ખરાબ લાગે છે.” એક યુઝરે લખ્યું, “મૌનીની આંખોને શું થયું? શું તેણે તેની આંખોની પણ પ્લાસ્ટિક સર્જરી કરી છે?”
ઝાલિમા ગીતમાં અરબી ટચ છે. તે ડિસ્ટિંક્ટ અને શ્રેયા ઘોષાલે ગાયું છે. તે મબરેક નૌલી, ઈલિયાસ મન્સૌરી, બ્રાયન મુમવુડી અને રાણા સોટા દ્વારા લખાયેલ છે. ટ્રેકનું સંગીત રજત નાગપાલ, યાસીન અલાઉઈ મદાઘારી અને જોઆઓ લિમા પિન્ટોએ કમ્પોઝ કર્યું છે. આ ગીત અંશુલ ગર્ગના પ્લે DMF મ્યુઝિક લેબલ હેઠળ રિલીઝ થયું હતું.
વર્ક ફ્રન્ટ પર, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ અભિનીત, 2022ની બ્રહ્માસ્ત્ર ભાગ 1: શિવમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવ્યા પછી મૌની ચર્ચામાં હતી. ચાહકોને આ ફિલ્મ ઘણી પસંદ આવી.