માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી રજૂ કરાયેલ પરિપત્રમાં પહેલાં અને બીજા ધોરણોનાં વિદ્યાર્થીઓને હોમવર્કથી મુક્તિ મળી ગઇ છે અને દસમાં ધોરણનાં વિદ્યાર્થીઓની સ્કૂલ બેગનો ભાર પણ ઓછો કરી દેવાયો છે.
માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં સ્કૂલની શિક્ષા અને સાક્ષરતા વિભાગ તરફથી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને રજૂ કરાયેલ પરિપત્ર અનુસાર, પહેલા અને બીજા ક્લાસનાં વિદ્યાર્થીઓને હવે હોમવર્ક નહીં આપવામાં આવે. આ સિવાય, તેઓનાં સ્કૂલનાં દફ્તરનું વજન પણ વધારેમાં વધારે ડોઢ કિલો રહેશે. આ પ્રકારે તેઓનાં દફ્તરનું વજન પણ ઓછું કરી દેવાયું છે. આમાં કહેવામાં આવેલ છે કે સ્કૂલોને એ નક્કી કરવાનું રહેશે કે જે પુસ્તકોની જરૂરિયાત ના હોય, તેને બાળકો ના લાવે.