હંમેશા વિવાદોની વચ્ચે ઘેરાયેલી રહેતી અમદાવાદની સાબરમતી સેન્ટ્ર જેલ ફરી એક વખત વિવાદોમાં સપડાઈ છે. જેલમાંથી મોબાઈલ મળી આવવાનો સિલસિલો આજે પણ યથાવત છે.
સેન્ટ્રલ જેલમાં શાંતિનીકેતન બેરક-1 નજીકથી વધુ એક મોબાઈલ મળી આવતા જેલ તંત્ર સામે સવાલો ઉઠ્યા છે. અગાઉ ભટનાગર બંધુ અને કિશોરસિંહ પાસેથી પણ મોબાઈલ મળી આવ્યા હતા. જે બાદ આજરોજ વધુ એક વખત જેલમાંથી મોબાઈલ મળી આવતા પોલીસે આ દિશામાં કડક તપાસ હાથ ધરી છે.
નોંધનીય છે કે આ પહેલાં પણ સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી મોબાઇલ અને સીમકાર્ડ મળી આવ્યાં હોવાની અનેક વાર ઘટનાઓ સામે આવી છે. ત્યારે ફરી વાર જેલમાંથી મોબાઇલ ફોન અને સિમકાર્ડ મળી આવતાં જેલનાં તંત્ર સામે કેટલાંક સવાલો ઊભા થાય છે કે આખરે જેલમાં પ્રતિબંધિત વિસ્તારમાં મોબાઇલ અને સિમકાર્ડ કોણે ઘૂસાડ્યાં. જો કે હવે આ મામલે રાણીપ પોલીસ સ્ટેશન વધુ તપાસ હાથ ધરી રહી છે.