અમૃતસર ટ્રેક પર મંગળવાર સવારે 4 વાગ્યે એક મોટી રેલ દૂર્ઘટના બનવા પામી હતી. કુરૂક્ષેત્રમાં ધીરપુર ગામ પાસે કાલકા-હાવડા એક્સપ્રેસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. આ દૂર્ઘટનામાં પાંચ યાત્રીઓને ઈજા પહોંચીના અહેવાલ પ્રાપ્ત થઇ રહ્યાં છે. જેમાં ત્રણ મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે.
આ ટ્રેન કાલકાથી દિલ્હી તરફ જઇ રહી હતી. આગ લાગી હોવાના સમાચાર પ્રાપ્ત થતા રેલવે પોલીસ, બચાવ દળ તેમજ અન્ય અધિકારી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક મળતી માહિતી મુજબ ટ્રેન જેવી ધીરપુર રેલવે સ્ટેશન પર પહોંચી તો તેના SLR ડબ્બામાં આગ લાગી હતી. ટ્રેનમાં આગનો બનાવ બનતાની સાતે આ ટ્રેકને અન્ય ટ્રેન માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. અત્યારે કરનાલથી પંજાબ, પંજાબથી દિલ્હી જનાર બધી ટ્રેનોને રોકી દેવામાં આવી છે.