શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આગમ આર્કેડમાં મોડી સાંજે પહેલા માળની દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. જોત જોતામાં આગે ભીષણ સ્વરૂપ ધારણ કરતાં દુકાનોની ઉપર આવેલી હોસ્પિટલમાં લોકો ફસાઈ ગયા હતા. આ કોમ્પલેક્સમાં ટ્યુશન ક્લાસ પણ આવેલું હોવાથી 50થી વધારે વિદ્યાર્થીઓ પણ ફસાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હાલ આગ પર નિયંત્રણ મેળવી લેવાયું છે.
અચાનક આગ લાગવાની ઘટનાથી અફરાતફરીનો માહોલ છવાયો હતો. 10 થી 12 જેટલા ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. લગભગ કોમ્પલેક્ષમાં 60થી વધુ વિદ્યાર્થી ફસાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
ફાયરની ટીમે ક્રેન દ્વારા કોમ્પલેક્ષના કાચ તોડી બચાવ કામગીરી શરૂ કરી હતી. ઘટના સ્થળ પર મોટી સંખ્યામાં પોલી કાફલો પહોંચી ગયો છે. લોકોના વાહનો દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.