બાળકોની સ્કુલબેગનું વજન ઉચક્યું છે ક્યારેય ? જો તમે ઉંચક્યું હોય તો બાળક તે કઇ રીતે ઉંચકીને શાળામાં જશે તેની ચિંતા થઇ જાય. જો તમને પણ આવી ચિંતા હોય તો તમારા માટે અહીં સારા સમાચાર છે. કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગે દેશની તમામ શાળામાં ભણતા ધોરણ 1થી 10ના બાળકો માટે સ્કૂલ બેગનું વજન નક્કી કર્યું છે. આ અંગેનો પરિપત્ર પણ તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ કરવા આદેશ આપ્યો છે.
કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દેશની તમામ સ્કૂલોમાં ભણતા ધો.૧થી૧૦ના બાળકો માટે ધોરણ પ્રમાણે સ્કૂલ બેગનું વજન નિશ્ચિત કર્યુ છે અને આ સાથેનો પરિપત્ર પણ તમામ રાજ્યોને મોકલી તેનો ચુસ્ત અમલ કરવા આદેશ કર્યો છે. આ પરિપત્ર મુજબ શાળાઓએ વિષયવાર પુસ્તકોની પદ્ધતિ ગોઠવવાની રહેશે કે ધો.1થી 7માં 1.5થી 4 કિલો સુધીનું જ વજન. ધો.8થી 10ના બાળકો માટે 4થી 5 કિલો સુધીનું જ સ્કૂલ બેગનું વજન રહે. પુસ્તકો સાથેની સ્કૂલ બેગનુ વજન આ નક્કી કર્યા પ્રમાણેના વજન કરતા વધવુ ન જોઈએ